રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ5 એપ્રિલ, 2025| Super Admin

પાટણના પ્રથમ ગરનાળા નજીક દેશી દારૂની ખાલી પોટલીઓનો જથ્થો જોવા મળ્યો

પાટણના પ્રથમ ગરનાળા નજીક દેશી દારૂની ખાલી પોટલીઓનો જથ્થો જોવા મળ્યો
પોલીસ તંત્રની દારૂબંધી ની વાતો પોકળ સાબિત થઈ હોય દારૂબંધી નો ચુસ્ત અમલ કરાવવા શહેર કોગ્રેસ પ્રમુખની માંગ; પાટણ શહેરમાં દારૂબંધીની વાતો પોકળ સાબિત થઈ હોય તેવા દ્રશ્યો શુક્રવારે શહેરના પ્રથમ રેલવે ગરનાળા થી ચાણસ્મા હાઇવે તરફ જતા રોડની પાસે આવેલ લાવણ્ય સોસાયટી ની સામે ખૂબ મોટા પ્રમાણમાં દેશી દારૂની ખાલી થેલીઓ જાહેર રસ્તા ઉપર પડેલ જોવા મળતા સાબિત થઈ છે. પાટણ શહેરમાં વિદેશી દારૂના વેચાણની સાથે સાથે દેશી દારૂની પોટલીઓનુ પણ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થતું હોય તેવા દ્રશ્યો આ દેશી દારૂની ખાલી પોટલીઓના ખડકાયેલા ઢગલા પરથી અનુમાન લગાવી શકાય તેમ હોવાનું શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું. કે આના ઉપરથી સ્પષ્ટ થાય છે. કે પાટણ શહેરની અંદર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેના કારણે પાટણનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે આટલી મોટી માત્રામાં દારૂની કોથળીઓ જાહેર રસ્તા ઉપર પડી છે. આ રસ્તો પાટણના નાગરિકો ની અવરજવર વાળો રસ્તો છે. પાટણના પોલીસ તંત્ર સાચા અથૅ મા પાટણ શહેર માથી દારૂની બંધી કરાવવા કડક કાર્યવાહી  કરી પાટણ શહેર માંથી દારૂના દુષણ ને બંધ કરાવે  તેવી માગ પણ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે કરી હતી.

સંબંધિત સમાચાર