મહારાષ્ટ્રના વસઈના નાલાસોપારામાં જન્મદિવસની ઉજવણીમાં કેક ખાધા પછી ૧૧ લોકોની તબિયત અચાનક બગડતા ખળભળાટ મચી ગયો છે. ફૂડ પોઈઝનિંગની શંકા સાથે તમામ દર્દીઓને નાલાસોપારાની વિજયલક્ષ્મી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન, કેકના બોક્સમાંથી મૃત ગરોળી મળી હોવાના દાવાઓ ફેલાઈ રહ્યા છે . જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
શુક્રવારે સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન નાલાસોપારા પૂર્વમાં નીલકંઠેશ્વર બિલ્ડીંગમાં જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે એક કેક લાવવામાં આવી હતી. કેક ખાધાના થોડા સમય પછી, ઉપસ્થિતોને ઉબકા, ઉલટી અને માથાનો દુખાવો થવા લાગ્યો. જ્યારે તેમની તબિયત બગડી, ત્યારે તેમને તાત્કાલિક રાત્રે 8 વાગ્યાની આસપાસ વિજયલક્ષ્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ઉર્મિલા વર્મા (32), સલોની ગુપ્તા (16), સુદીક્ષા શાહ (19), આફિયા ઇદ્રીસ (24), રૂબી શાહ (40), શિવ ગુપ્તા (10), પ્રિયાંશ વર્મા (2), પરી યાદવ (7), પ્રિયા વર્મા (8), રૂદ્ર શાહ (13) અને પ્રાચી યાદવ (8)નો સમાવેશ થાય છે.
જન્મદિવસની કેક ખાધા પછી 11 લોકો બીમાર પડ્યા

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં અંધાધૂંધી; દર્શનાર્થીઓની ભીડ વધતા 3 લોકો ઘાયલ
1 કલાક પહેલા
રાષ્ટ્રીય"રાજ્યો હાથીઓના માર્ગમાં અવરોધ ન લાવી શકે", સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નવેસરથી સર્વે કરવાનો નિર્દેશ
1 કલાક પહેલા
રાષ્ટ્રીયશિમલામાં દુ:ખદ દ્રશ્ય, અલ્ટો અને ટેન્કર વચ્ચે ટક્કરમાં 2 પોલીસકર્મીઓના મોત
2 કલાક પહેલા
રાષ્ટ્રીયમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા
2 કલાક પહેલા
