ઊંઝા તાલુકા પંચાયત ખાતે યોજાયેલ બેઠકમાં ઊંઝા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી છે. જેને લઈ શુભેચ્છકો દ્વારા શુભેરછાઓ પાઠવી હતી. ઊંઝા તાલુકા પંચાયત ખાતે યોજાયેલ બેઠકમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પરેશભાઈ અંબાલાલ પટેલ અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પ્રતિમાબેન વિપુલભાઇની વરણી કરવામાં આવી છે. જેને લઈને ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, ઊંઝા તાલુકા ભાજપ મહામંત્રી યોગેશભાઇ પટેલ સહિત ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ હિનલબેન દેસાઈ, ઉનાવાના ડેલીગેટ સચિન પટેલ, મોંધજીભાઈ ચૌધરી સહિતે નવનિયુક્ત હોદેદારોને શુભેરછાઓ પાઠવી હતી.
ઊંઝા તાલુકા પંચાયતના કારોબારી અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેનની વરણી

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
