રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ9 એપ્રિલ, 2026| Super Admin

ચૂંટણી ગરમાવો : ઓગડમાં ૨૩ બેઠકો માટે ૧૯૫ ઉમેદવારી પત્રોનું વિતરણ, રાજકારણ ગરમાયું

ચૂંટણી ગરમાવો : ઓગડમાં ૨૩ બેઠકો માટે ૧૯૫ ઉમેદવારી પત્રોનું વિતરણ, રાજકારણ ગરમાયું

ગુજરાતમાં જિલ્લા તાલુકા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા કક્ષાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું ગત તારીખ ૦૬/૦૪/૨૦૨૬ ના બહાર પડતાં જ રાજકીય ગરમાવો આવ્યો છે. તા. ૧૧/૦૪/૨૦૨૬ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે ત્યારે ચકાસણી તારી ૧૩/૦૪/૨૦૨૬ અને તા. ૧૫/૦૪/૨૦૨૬ના ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદ્દતે ચિત્ર સ્પષ્ટ બની જશે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠા વાવ થરાદ  બે જિલ્લામાં ચૂંટણી જામ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું વિભાજન કરી કાંકરેજ ઓગડ તાલુકાનું નિર્માણ થતાં જિલ્લા પંચાયતની ૩+૩ તથા તાલુકા પંચાયતને ૨૦+૨૦  બેઠકો અસ્તિત્વ આવે છે. જાણવા મળતી માહિતી મુજબ ભાજપ પોતાના ઉમેદવારોને તારીખ ૯ અથવા ૧૧/૪/૨૦૨૬ ના મેન્ડેડ આપશે જ્યારે કોંગ્રેસ આમ આદમીના ઉમેદવાર જાહેર કરતા રહે છે.

ઓગડ તાલુકાની ૨૦ તાલુકા પંચાયત બેઠકોમાં અધગામ,ભલગામ, ચાંગા,કાકર, ખારીયા, માંડલા, મોટાજામપુર,નાથપુરા, પાદર, તાણા,તાંતિયાણા તેરવાડા-૧, તેરવાડા-૨, ટોટાણા, ઉણ, વડા-૧,વડા-૨,વડા-૩, વાલપુરા જિલ્લા પંચાયતની ઉણ, વડા, તેરવાડા ત્રણ બેઠકો રહેશે.  ઓગડ તાલુકા તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પૈકી પચાસ ટકા એટલે કે ૧૦ બેઠકો સ્ત્રીઓ માટે અનામત છે. જાણવા મળતી માહિતી અનુસાર કુલ ૧૯૫ ઉમેદવારી પત્રો ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અન્ય ચૂંટણી લડવા ઇચ્છતા લોકોને વિતરણ થયાં છે જેમાંથી મોટાજામપુર એક ઉમેદવારી પત્ર આમ આદમી પાર્ટી તરફથી રજૂ કરાયેલ છે. આ બધા વચ્ચે ડુંગરાસણ ગામના ઓગડપરા વિસ્તારના રહીશોએ "પાકો રોડ નહીં તો વોટ નહીં"નો મક્કમ સંકલ્પ કર્યો છે. ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે અપક્ષ ઉમેદવારો વચ્ચે ત્રિકોણીઓ અથવા ચતુર્થકોણીઓ જંગ જોવા મળે તેવી શકયતા છે.

સંબંધિત સમાચાર