છેલ્લા કેટલાક સમયથી વિસાવદરની પેટા ચૂંટણીઓની રાહ જોઈ રહ્યા હતા. આજે ચૂંટણી પંચે કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. આ બંને બેઠક માટે 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. આ બંને બેઠકો પર 26 મેથી ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત થશે. અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ પહેલા જ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. સાથે જ કોંગ્રેસે પણ સ્પષ્ટ કહ્યું છે કે વિસાવદર કે કડી બેઠક પર કોઈ ગઠબંધન નહિ થાય. કોંગ્રેસ પોતે જ ચૂંટણી લડશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે દરેક પક્ષ આ બેઠકો પર હવે ક્યા ઉમેદવારોને મેદાને ઉતારે છે.
કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણીની જાહેરાત

ટેગ્સ:#Aam Aadmi Party#By-elections#election strategy#Congress party#Kadi Seat#Visavdar Seat#Election Announcement#Voting Date#Vote Counting#Political Candidates
સંબંધિત સમાચાર
ગુજરાતસુરતના ભારતમાલા એક્સપ્રેસ વે પર એક કાર પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાઈ, ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાત અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કુખ્યાત ગોલ્ડી બ્રાર ગેંગ ઓપરેટિવ આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની ધરપકડ
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિએ કેન્દ્રીય યોજના સંબંધિત પદ પરથી રાજીનામું આપ્યું
3 દિવસ પહેલા
ગુજરાતવલસાડમાં નદીમાં હોડી પલટી જતાં 15 મહિનાના બાળકનું મોત
3 દિવસ પહેલા
