રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સાબરકાંઠા7 જૂન, 2025| Super Admin

2.15 લાખની કિંમતની આઠ બાઈકો જપ્ત; એક કિશોર પકડાયો એક ફરાર

2.15 લાખની કિંમતની આઠ બાઈકો જપ્ત; એક કિશોર પકડાયો એક ફરાર

ખેરોજ પોલીસે બાતમીના આધારે જોટાસણ ત્રણ રસ્તા નજીકથી એક બાળકિશોરને ચોરીની બાઈક સાથે ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં વધુ સાત બાઈકોની ચોરી ખૂલી છે. પોલીસ સ્ટેશનના PI એન.આર.ઉમટ અને સ્ટાફને બાતમી મળી હતી કે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા છાવણીના ગાઉંપીપળ ગામનો બાળકિશોર ચોરીની બાઈક સાથે આવી રહ્યો છે. પોલીસે જોટાસણ રસ્તા પાસેથી આરોપીને GJ.09.CA.4982 નંબરની બાઈક સાથે પકડ્યો હતો. આરોપી પાસે બાઈકના કાગળો ન મળતાં પોકેટ કોપમાં તપાસ કરતા આ બાઈક ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ચોરી તરીકે નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું. પૂછપરછમાં આરોપીએ સહ-આરોપી સાથે મળીને વધુ સાત બાઈકોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીના ઘર નજીકની ઝાડીમાંથી બાકીની સાત બાઈકો કબજે કરી લીધી છે. કુલ આઠ બાઈકોમાંથી ત્રણ બાઈકો ખેડબ્રહ્મા, ઇડર અને વડાલી પોલીસ સ્ટેશનમાં ચોરી તરીકે નોંધાયેલી છે. કુલ 2.15 લાખની કિંમતની આઠ બાઈકો જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં સહ-આરોપી હજુ ફરાર છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર