રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા21 માર્ચ, 2026| Super Admin

જૂનાડીસામાં ઈદ-ઉલ-ફિત્રની શ્રદ્ધાભેર ઉજવણી : હિન્દુ-મુસ્લિમ એકતાનો અનોખો સંદેશ પ્રસર્યો

જૂનાડીસામાં ઈદ-ઉલ-ફિત્રની શ્રદ્ધાભેર ઉજવણી : હિન્દુ-મુસ્લિમ એકતાનો અનોખો સંદેશ પ્રસર્યો
ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતાં આજે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. ગામની ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, જ્યાં વિશેષ નમાજ અદા કરી ગામની શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆ કરવામાં આવી હતી. નમાજ બાદ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદ પાઠવતા ભાઈચારાનો માહોલ સર્જાયો હતો. જૂનાડીસા ગામ હંમેશા સામાજિક સુમેળ અને કોમી એકતા માટે ઓળખાય છે, અને આ વર્ષે પણ ઈદના પર્વે તેની અનોખી પરંપરા જીવંત જોવા મળી હતી. હિન્દુ સમાજના આગેવાનો દિલીપભાઈ બારોટ, ગામના સરપંચ અમૃતભાઈ પુનડીયા, દિનેશભાઈ દરજી, સુરેશભાઈ માળી, નવીનભાઈ જોષી અને ભાવેશભાઈ માળી સહિતના આગેવાનોએ ઈદગાહ ખાતે ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજના ભાઈઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે “એકતા જ આપણી તાકાત છે” એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના અગ્રણી ફારુકભાઈ દાણી, મોઈનભાઈ સિંધી, રહેમતુલ્લાભાઈ, ઈકબાલભાઈ, અસલમ ઘાસુરા (એલઆઇસી), ઝુલ્ફીકાર ચાવડા (એડવોકેટ), ઈશરતભાઈ પરમાર (સામાજીક અગ્રણી) અને અયાઝભાઈ ઘાસુરા સહિતના આગેવાનોએ હિન્દુ સમાજ તરફથી મળેલી શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગામમાં હંમેશા શાંતિ, સૌહાર્દ અને એકતા જળવાઈ રહે તેવી દુઆ પણ કરી હતી. તહેવાર દરમ્યાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ડીસા તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આમ, જૂનાડીસામાં ઉજવાયેલ ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર માત્ર ધાર્મિક આનંદ પૂરતો સીમિત ન રહી, પરંતુ હિન્દુ-મુસ્લિમ એકતાનું જીવંત ઉદાહરણ બની સમગ્ર પંથકમાં ભાઈચારા અને સૌહાર્દનો સકારાત્મક સંદેશ પણ ફેલાવ્યો હતો.  

સંબંધિત સમાચાર