રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ19 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાટણ જિલ્લામાં બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ બાળકોને કામના સ્થળે શિક્ષણ આપવાનો તંત્રનો પ્રયાસ

પાટણ જિલ્લામાં બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ બાળકોને કામના સ્થળે શિક્ષણ આપવાનો તંત્રનો પ્રયાસ
બાળ મજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા બાળ શ્રમ નાબૂદી ટાસ્કફોર્સની રચના કરવામાં આવેલ છે. જિલ્લા કલેક્ટર દ્વારા અન્ય રાજ્યો માંથી સ્થળાંતર કરીને આવતા શ્રમિકોના બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળી રહે તે માટે જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવેલ છે.આ સંદર્ભે ટેન્ટ એસ.ટી.પી. યોજના હેઠળ પાટણ જિલ્લામાં કામના સ્થળે જ હંગામી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હારીજ તાલુકાના કુકરાણા વિસ્તારમાં આવેલ ઈંટ ભઠ્ઠા ખાતે કુલ 61 બાળકો માટે 02 ટેન્ટ એસ.ટી.પી. વર્ગો શરૂ કરવામાં આવેલ છે. તેમજ સિદ્ધપુર તાલુકાના કુંવારા અને કાકોશી વિસ્તારમાં આવેલ ઈંટ ભઠ્ઠાઓ ખાતે કુલ 129 બાળકો માટે 09 ટેન્ટ એસ.ટી.પી. વર્ગો કાર્યરત છે.આમ કુલ 11 વર્ગોમાં 190  બાળકોને બાળમિત્રો દ્વારા કામના સ્થળે જ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બાળમિત્રોને માસિક રૂ. 7000 માનદ વેતન આપવામાં આવે છે. બાળકોને નોટબુક, કંપાસ, પેન્સિલ, સ્લેટ, દફતર સહિતનું જરૂરી શૈક્ષણિક સાહિત્ય નિઃશુલ્ક આપવામાં આવે છે. ઉપરાંત, દરરોજ બાળકોને પૌષ્ટિક નાસ્તો પણ પૂરો પાડવામાં આવે છે.આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે સ્થળાંતરિત શ્રમિકોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને બાળમજૂરી જેવા દૂષણનો ભોગ ન બને. કામના સ્થળે જ શિક્ષણની સુવિધા ઊભી કરી તેમને પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે,જેથી તેઓ ઉજ્જ્વળ ભવિષ્ય તરફ આગળ વધી શકે એવું સરકારી શ્રમ અધિકારી  પાટણ નાઓએ જણાવ્યું હતું.  

સંબંધિત સમાચાર