રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરમાં ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ચલણ વધ્યું; 100 થી લઈને 11,000 ની મૂર્તિનું વેચાણ

પાલનપુરમાં ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ચલણ વધ્યું; 100 થી લઈને 11,000 ની મૂર્તિનું વેચાણ
સમગ્ર પાલનપુર નગર બન્યું શ્રીજીમય; ગણેશ ચતુર્થીથી શરૂ થતાં ગણપતિ મહોત્સવને લઈ પાલનપુર શહેરમાં ભગવાન શ્રી ગણપતિની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ નું ચલણ વધ્યું છે. મહારાષ્ટ્રમાં ધૂમ મચાવનાર ગણેશ મહોત્સવએ ગુજરાતને પણ ઘેલું લગાડ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં પણ ગણપતિ મહોત્સવનો ક્રેઝ વધતો જાય છે. ચાલુ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાલનપુરની બજારમાં ગણેશ મહોત્સવને લઇને મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આજે ગણપતિના મૂર્તિ બજારમાં ભારે ભીડ વચ્ચે વાજતે ગાજતે લોકો પોતાના ઘરમાં કે સોસાયટીઓમાં શ્રીજી ની પધરામણી કરવા ઉમટી પડ્યા હતા. પાલનપુરની બજારમાં રૂપિયા 100 થી માંડીને 11 હજાર સુધી ની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. આ વર્ષે મૂર્તિઓના ભાવમાં ત્રીસેક ટકા જેટલો ઘટાડો હોવાનો દાવો વેપારીઓ કરી રહ્યા છે. જોકે, મોટા ભાગે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ઓનું વેચાણ વધતા પ્રદુષણ ઘટશે અને વિસર્જન ટાણે લોકોની આસ્થાને ઠેસ પણ નહીં પહોંચે તેવો આશાવાદ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આમ, પાલનપુરમાં ગણપતિ મહોત્સવ ના વધતા જતા પ્રભાવ વચ્ચે સમગ્ર નગર શ્રીજીમય બનતા સમગ્ર નગરમાં "ગણપતિ બાપા મોરિયા" નો નાદ ગુંજી ઉઠ્યો હતો.

સંબંધિત સમાચાર