ધી છાપી નાગરિક સહકારી બેંકનું ઇ-મેઈલ હેક : સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

ધી છાપી નાગરિક સહકારી બેંક નું ઇ-મેઈલ અજાણ્યા હેકર્સ દ્વારા હેક કરાયું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. બેંકનું ઇ-મેઈલ હેક થતા ગ્રાહકોના નાણાંકીય નુકસાનની આશંકા વ્યક્ત કરતા બેંક દ્વારા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કર્યા બાદ છાપી પોલીસ સ્ટેશને પણ એફ.આઈ. આર નોંધવા લેખિત રજુઆત કરાઈ હોવાનું બહાર આવ્યું છે. ધી છાપી નાગરિક સહકારી બેંક લી. છાપીનું ઇ-મેઈલ આઈ ડી કોઈ અજાણ્યા હેકર્સ દ્વારા હેક થયું હોવાનું બહાર આવ્યું છે. બેંક નું ઇ-મેઈલ આઈડી હેક થતા છેલ્લા ત્રણેક દિવસથી બેંકનો નાણાંકીય વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હોવાની રાવ ઉઠી છે.
છેલ્લા 3 દિવસથી બેંકનું કામકાજ ઠપ્પ થતા ગ્રાહકો સલવાયા હોવાનું બહાર આવ્યું છે. બેંકનું કામકાજ ઠપ્પ થતા અંદાજે 200 થી વધુ ચેક કિલિયરન્સ ન થતા વેપારીઓ ફસાયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વેપારી ના ચેક કિલિયરન્સ ન થતા તેઓની શાખ દાવ પર લાગતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે છાપી નાગરિક બેંકએ પણ સાઇબર ક્રાઈમમાં 1930 પર ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.જોકે, બેંકના ગ્રાહકોના નાણાંકીય નુકસાનની આશંકા સાથે બેંકએ છાપી પોલીસને લેખિત રજુઆત કરી એફ આર આઈ નોંધવાની રજુઆત કરી હોવાના અહેવાલો સાંપડ્યા છે. ત્યારે ચેક ક્લિયરન્સ ન થતા વેપારીઓને થયેલ નુકસાન અને તેઓને પડેલી અગવડો અંગે બેંક કોઈ ખુલાસો કરશે ખરા?
વેપારીઓ સાથે બેંકની શાખ દાવ પર ?
ધી છાપી નાગરિક બેંકનું ઇ-મેઈલ આઈડી હેક થતા બેંકનું કામકાજ ઠપ્પ થઈ જતા ગ્રાહકો સહિત વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનું બહાર આવ્યું છે. વેપારીઓના ચેક કિલિયરન્સ અટવાઈ જતા વેપારીઓની સાથે બેંકની શાખ પણ દાવ પર લાગી હોવાની બુમરાણ વચ્ચે ગ્રાહકોના નાણાં ની સલામતીને લઈને બેંક સત્તાવાળાઓ કોઈ ખુલાસો કરે તેના પર સૌની મીટ મંડાઈ છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાહવામાન વિભાગની આગાહી: બનાસકાંઠામાં ગરમીના જોરમાં ઘટાડો થવાની શક્યતા
1 દિવસ પહેલા
બનાસકાંઠાકોણ બનશે ડીસાના 'નગરપતિ'? ૧૯ મે ના રોજ યોજાશે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
1 દિવસ પહેલા
બનાસકાંઠાજાહેરનામાનો સરેઆમ ભંગ: ડીસામાં હથિયાર સાથે ફરતા શખ્સ સામે પોલીસની કાર્યવાહી
1 દિવસ પહેલા
બનાસકાંઠાધાનેરા પોલીસની મોટી સફળતા: પ્રોહિબિશનના કેસમાં દોઢ વર્ષથી ફરાર આરોપી જેલહવાલે
1 દિવસ પહેલા
