રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી21 એપ્રિલ, 2026| Super Admin

નશામાં ધૂત માસ્તર ! અરવલ્લીની શાળામાં દારૂ પીને આવેલા શિક્ષકે મચાવ્યો હોબાળો

નશામાં ધૂત માસ્તર ! અરવલ્લીની શાળામાં દારૂ પીને આવેલા શિક્ષકે મચાવ્યો હોબાળો

શિક્ષણ જગતની શરમજનક ઘટના

ગુજરાતમાં જ્યાં એક તરફ 'વાંચે ગુજરાત' અને 'ભણે ગુજરાત' ના નારા લગાવવામાં આવે છે, ત્યાં બીજી તરફ અરવલ્લી જિલ્લાના મોડાસાની એક શાળામાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે. મોડાસાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં એક શિક્ષક દારૂના નશામાં ચૂર હાલતમાં વર્ગખંડમાંથી ઝડપાયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, શાળાના યશવંત કડિયા નામના શિક્ષક શિક્ષણના ધામ ગણાતી શાળામાં જ નશો કરીને આવ્યો હતો હદ તો ત્યારે થઈ જ્યારે આ શિક્ષક બાળકોને ભણાવવાને બદલે વર્ગખંડમાં ખુરશી પર દારૂના નશામાં ધૂત હાલતમાં બેઠેલ જોવા મળ્યો હતો. નશો એટલો વધારે હતો કે જ્યારે પોલીસને બોલાવવામાં આવી ત્યારે શિક્ષક પોલીસ વાનમાં બેસવાની સ્થિતિમાં પણ નહોતો. પોલીસે નશાખોર શિક્ષકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે શિક્ષકના ભરોસે વાલીઓ પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવા મોકલે છે, તે જ શિક્ષક જો નશાની હાલતમાં જોવા મળે તો બાળકો પર તેની શું અસર પડશે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને નશાખોર શિક્ષક સામે સસ્પેન્શન સહિતની કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

ટેગ્સ:#Aravalli

સંબંધિત સમાચાર