રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 ઑક્ટોબર, 2025| Super Admin

દિવાળી વેકેશન : બનાસકાંઠા જિલ્લાની શાળાઓમાં આજથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન

દિવાળી વેકેશન : બનાસકાંઠા જિલ્લાની શાળાઓમાં આજથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન
૧૬ ઓક્ટોબર થી ૫ નવેમ્બર સુધી  દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું સંત્રોત પરીક્ષા પુર્ણ થતા વિધાર્થીઓ હવે તહેવારોની ઉજવણી કરશે શાળા કોલેજોની પ્રથમ સંત્રોત પરીક્ષાઓ પુર્ણ થતાં તહેવારની સાથે વેકેશનનો પ્રારંભ થઇ રહ્યો છે. જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓ સહિત જીલ્લા ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં ૧૬ ઓક્ટોબર એટલે કે, આજથી દીવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ ૧૬ ઓક્ટોબરથી ૫ નવેમ્બર, ૨૦૨૫ સુધી કુલ ૨૧ દિવસનું વેકેશન રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર તમામ શાળાઓને મોકલી આપી વેકેશન જાહેર થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ૨૧ દિવસના આ લાંબા વિરામથી વિદ્યાર્થીઓને દિવાળીના તહેવારોની ઉજવણી કરવા અને પરિવાર સાથે સમય વિતાવવાનો પૂરતો અવકાશ મળશે. નોંધનીય છે કે, વેકેશન પૂર્ણ થયા બાદ ૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજથી શાળાઓ રાબેતા મુજબ પુનઃ શરુ થશે અને દ્વિતીય સત્રનો પ્રારંભ થશે. શિક્ષણ વિભાગે તમામ શાળાઓને વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્યક્રમનું યોગ્ય આયોજન કરવા અને વેકેશન બાદ અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. વેકેશનની જાહેરાતથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે, જેઓ હવે આનંદ અને ઉત્સાહ સાથે તહેવારોની ઉજવણી કરી શકશે. દિવાળી વેકેશનને લઇ શાળા કોલેજોના મેદાન સુમસામ બની રહશે વિદ્યાર્થીઓના કલરવથી સતત ગુંજતા શાળા કોલેજોના મેદાનો દીવાળી વેકેશનને લઇ સુમસામ બની રહશે. ૨૧ દીવસનું વેકેશન જાહેર થયુ છે. આજથી શાળાઓ અને કોલેજોમાં પણ વિધાર્થીઓ વિના મેદાનો પણ સુમસામ બની જશે.  

સંબંધિત સમાચાર