જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને ગુરૂવારે પાટણ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવા સદન, પાટણ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં કલેકટરએ જિલ્લાના અરજદારોના પ્રશ્નો અને તેઓની રજૂઆતો સાંભળી તમામ અરજીનો હકારાત્મક અભિગમ સાથે નિવેડો આવે એવા સૂચન કર્યા હતા. કાર્યક્રમમાં જમીન માપણી, મકાન સહાય, દબાણ વગેરે સંદર્ભે અરજદારો તરફથી જિલ્લા સ્વાગતમાં અરજી કરી હતી. આ અરજીના સંદર્ભે જિલ્લા કલેકટર એ અરજદારોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે અરજીનો નિકાલ લાવવા માટે જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, નિવાસી અધિક કલેક્ટર વી.સી.બોડાણા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

ટેગ્સ:#Patan district#Local Governance#Civic Engagement#Public Administration#Grievance Redressal#District Seva Sadan#District Collector Tushar Bhatt#Land Measurement Issues#Citizen Services#House Assistance#Government Program#Administrative Officers
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી: ₹૧ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
3 દિવસ પહેલા
પાટણચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી
3 દિવસ પહેલા
પાટણમોઢેરા રોડ પર સાપને બચાવવા જતા રિક્ષા પલટી: સદનસીબે મોટી જાનહાનિ ટળી
3 દિવસ પહેલા
