અરજદારો એ જમીન માપણી સર્વે, મફત રાહત ગાળા માટેના પ્લોટ,વારસાઈ હક્ક,પાણીની ટાંકી અને રોડ-રસ્તાના પ્રશ્નો રજૂ કયૉ. પાટણ કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરૂવારે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પાટણ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કલેકટરેજિલ્લાના અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેનો હકારાત્મક અભિગમ સાથે નિવેડો આવે એવા સૂચન અને આદેશ કર્યા હતા. કાર્યક્રમમાં અરજદારો એ જમીન માપણી સર્વે, મફત રાહત ગાળા માટેના પ્લોટ, વારસાઈ હક્ક, પાણીની ટાંકી અને રોડ-રસ્તા માટેની વિવિધ અરજીઓ રજૂ કરી હતી. જિલ્લા કલેકટરે તમામ અરજદારોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા માટે જણાવ્યું હતું. જિલ્લા સ્વાગત ફરિયાદ ના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ સહિતના અધિકારીઓ,કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

ટેગ્સ:#Public Service#program#District Collector#Local Governance#Grievance Redressal#Patan Collectorate#District Administration#Community Engagement#Land Issues#district complaint
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
