રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા31 જુલાઈ, 2025| Super Admin

સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લાકક્ષાનો રાખી મેળો ખુલ્લો મુકાયો

સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લાકક્ષાનો રાખી મેળો ખુલ્લો મુકાયો

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબા અને નગરપાલિકા પ્રમુખના વરદ હસ્તે જિલ્લા કક્ષાના રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા શહેરી આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને વિવિધ તાલીમો થકી કૌશલ્ય વર્ધન કરી તેમનું આજીવિકાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. આ જૂથોને યોગ્ય બજાર મળી રહે તે માટે સમયાંતરે વિવિધ સરસ મેળાઓ તેમજ અન્ય સ્થાનિક મેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનના પર્વ નિમિત્તે નગરપાલિકા હિંમતનગર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ટાવર ચોક ખાતે તા.30/7/25  થી તા.8/8/2025 સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ સખી મંડળો દ્વારા પોતે સ્વ ઉત્પાદિત કરેલ રાખડીઓના વેચાણ અર્થે કુલ 23 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર ગઢવી,પૂર્વ નગરપાલિકા પ્રમુખ યતીનાબેન મોદી,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર