રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ2 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ ખાતે જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

પાટણ ખાતે જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

દેશભરમાં શનિવારે "પી.એમ.કિસાન ઉત્સવ દિવસ"ની ઉજવણી કરાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી, ઉત્તરપ્રદેશ ખાતેથી પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી હતી. રાજ્યના ૫૨.૧૬ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.૧૧૧૮ કરોડથી વધુની રકમ હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ કરાયુ હતું. વડાપ્રધાન દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને ૨૦મો હપ્તો રીલીઝ કરવામાં આવ્યો હતો. પાટણ ખાતે યમલભાઈ વ્યાસ ચેરમેન આયોજન પંચની અધ્યક્ષતામાં યુનિ.ના કન્વેન્શન હોલ ખાતે જિલ્લા કક્ષાના "પી.એમ.કિસાન ઉત્સવ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી, ઉત્તરપ્રદેશ ખાતેથી પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી એ કાર્યક્રમનું તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલ પી.એમ.કિસાન ઉત્સવ દિવસ" નું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતુ. પાટણ જિલ્લામાં કુલ ૧,૮૭,૭૮૫ ખેડૂતોને ૨૦મા હપ્તા પેટે રૂ. ૨૦૦૦ લેખે કુલ રૂ. ૪૦.૦૯ કરોડ સહાયની રકમ DBT મારફતે ચૂકવણી કરાઈ હતી. કાર્યક્રમના અધ્યક્ષ યમલભાઇ વ્યાસે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય થી ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ શરૂ કરી છે. વર્ષ ૨૦૧૯ માં પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી આજે ૨૦ મો હપ્તો સહાય તરીકે ચૂકવાઈ રહ્યો છે. દરેક ખેડૂત માટે આજનો દિવસ ગૌરવનો દિવસ છે. ખેડૂતના ખાતામાં DBT માધ્યમથી સહાયના રૂપિયા ચૂકવવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોની આર્થિક સદ્ધરતા અને આર્થિક ઉન્નતિ માટે વિશેષ કાર્યો કર્યા છે.

સંબંધિત સમાચાર