રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા3 મે, 2026| Super Admin

ડીસા રૂરલ પોલીસ અને ખેતીવાડી વિભાગનો સપાટો, યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું

ડીસા રૂરલ પોલીસ અને ખેતીવાડી વિભાગનો સપાટો, યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું

બે રાજસ્થાનના આરોપીની અટકાયત,૩.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતીવાડી માટે વપરાતા સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતરને ઔદ્યોગિક વપરાશ માટે રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવાનું મોટું કૌભાંડ પોલીસ અને ખેતીવાડી વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડવામાં આવ્યું છે.

આ ફરિયાદની વિગતો અનુસાર ​ગત ૧૫/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન કંસારી ટોલનાકા પાસે પીઆઈ એન. કે. વિંઝુડા અને તેમની ટીમે ધાનેરા તરફથી આવતા એક પીકઅપ ડાલા (નંબર: RJ-39-GA-4621) ને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. ચાલક પાસે આ અંગેના કોઈ બિલ કે આધાર પુરાવા ન હોવાથી પોલીસે જથ્થો જપ્ત કરી તપાસ શરૂ કરી હતી. ​યુરિયા ખાતર ૬૦ નંગ પ્લાસ્ટિકના કટ્ટા (કુલ ૨૬૮૧.૩ કિલોગ્રામ), જેની કિંમત અંદાજે રૂ.૧,૨૧,૨૭૫/- થાય છે. તેમજ ​મોબાઈલ ફોન  ૩ નંગ (કિંમત રૂ.૬૫,૦૦૦/-) પીકઅપ ડાલું (અંદાજિત કિંમત રૂ.૨,૦૦,૦૦૦/-) મળી ​કુલ રૂ.૩,૮૬,૨૭૫/- નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે મુદામાલ જપ્ત કરી ચંપાલાલ ભગારામ જાટ (જાખડ -રહે. બાડમેર, રાજસ્થાન) તેમજ ખતેશ સતારામ જાટ (ગોદારા- રહે. બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યા હતા. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર