રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા20 ફેબ્રુઆરી, 2025| Super Admin

ડીસા પાલિકા દ્વારા નાસ્તાની લારીઓ અને ગલ્લાઓ ઉપર ચેકીંગ હાથ ધરાયું

ડીસા પાલિકા દ્વારા નાસ્તાની લારીઓ અને ગલ્લાઓ ઉપર ચેકીંગ હાથ ધરાયું
ગંદકી ફેલાવતા ઇસમો સામે દંડાત્મક કાર્યવાહી; ડીસા પાલિકાની સેનિટેશન શાખા દ્વારા બજાર વિસ્તારમાં સફાઈ બાબતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સફાઈ તેમજ ડસ્ટબિન વિનાંના એકમોને દંડ ફટકાર્યો હતો. ડીસામાં ઉનાળાના આગમન પૂર્વે શહેરમાં સ્વચ્છતા અને રોગચાળો ના ફેલાય તેના આગોતરા આયોજનના ભાગરૂપે ડીસા નગર પાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરમાં ચકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સેનિટેશન શાખાના દેવરામભાઇ માળી અને તેમની ટીમ દ્વારા બજારમાં આવેલી વિવિધ નાસ્તાની લારીઓ, ગલ્લા અને વિવિધ દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં રોડ રસ્તા ઉપર ગંદકી ફેલાવતા ઈસમો તેમજ  ડસ્ટબિન વિનાની નાસ્તાની લારીઓ,વિવિધ સ્ટોલ સહિતના દુકાનદારો સામે આ બાબતે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વિવિધ નાસ્તાની લારીઓ અને દુકાનદારોને સફાઈ બાબતે નોટિસ આપી રૂપિયા 8400 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પાલિકાના સેનિટેશન વિભાગની કડક કાર્યવાહીના પગલે વિવિધ દુકાનદારો, નાસ્તાની લારીઓ, ગલ્લાધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

સંબંધિત સમાચાર