રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ13 ઑક્ટોબર, 2025| Super Admin

ધારપુર હોસ્પિટલ ફરી વિવાદમાં : દર્દીઓને એકસપાયરી ડેટ વાળું દૂધ આપતાં ચકચાર મચી

ધારપુર હોસ્પિટલ ફરી વિવાદમાં : દર્દીઓને એકસપાયરી ડેટ વાળું દૂધ આપતાં ચકચાર મચી
ડાયટ કેન્ટીનની ટચ સ્ટોન નામની એજન્સીની ગંભીર બે દરકારી સામે આવી પાટણ સમીપની ધારપુર હોસ્પિટલ અવાર નવાર વિવિધ પ્રકારના વિવાદમાં આવતી રહી છે. ત્યારે રવિવારે વધુ એક વખત ધારપુર હોસ્પિટલના ડાયટ કેન્ટીનની ટચ સ્ટોન નામની એજન્સીની ગંભીર બે દરકારી સામે આવતા ચકચાર મચી જવા પામી છે.આ બાબતે મળતી માહિતી મુજબ ધારપુર હોસ્પિટલમાં ટચ ટોન નામની એજન્સી ના સુપરવાઇઝરે રવિવારે સવારે ટીબી અને ગાયનેક વોર્ડ ના દર્દીઓને આપવામાં આવતું દૂધ ચેક કર્યા વિના જ એક્સપાયરી ડેટ વાળું પીવા માટે આપી દેવાતા દર્દીઓ અને તેઓના સગા સંબંધીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. તો દર્દીઓને પીવા માટે આપવામાં આવેલું દૂધ એક્સપાયરી ડેટ વાળું અને ખાટું હોવાનું ચેટ ધારપુર ઇન્ચાર્જ whatsapp મેસેજમાં ફરતું થતા ધારપુરના અધિકારીઓ પણ દોડતા થયા હતા. આ બાબતે ટચ સ્ટોન નામની એજન્સીના સુપરવાઇઝરને એક્સપાયરીવાળું દૂધ આપવા બાબતે પૂછતાં સુપરવાઇઝરે ઉડાઉ જવાબ આપી આ બાબતે કંઈપણ બોલવાની ના પાડી હતી.તો મીડિયાની ટીમ ધારપુર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ એક્સપાયરી ડેટ વાળુ દૂધ સગે વગે કરી દેવામાં આવ્યું હતું. ડાયટ કેન્ટીનની એજન્સી દ્વારા દર્દીઓને અપાતું ભોજન પણ હલકી ગુણવત્તા વાળું આપવામાં આવતું હોવાના આક્ષેપો પણ દર્દીઓના સગાઓ મીડિયા સમક્ષ કયૉ હતાં. ધારપુર મેડિકલ કોલેજ માં ડાયટ કેન્ટીન નો ટચ સ્ટોન નામની એજન્સીને કોઈપણ કોન્ટ્રાક્ટ કર્યા વિના ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ આપી દેવાયો હોવાનું હોસ્પિટલમાં ફરજ બજાવતા કેટલાક કમૅચારીઓએ પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે મિડિયા ને જણાવ્યું હતું. રવિવારે બનેલા એકસપાયરી ડેટ વાળા દુધ મામલે ધારપુર હોસ્પિટલના આરએમઓ ડો.રમેશભાઈ પ્રજાપતિ એ ટેલિફોનીક વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ મામલે એજન્સીને નોટીસ આપી તપાસ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.    

સંબંધિત સમાચાર