રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યા
પાટણ25 જુલાઈ, 2025| Super Admin

બાલીસણા ના 13 વર્ષીય માસુમ બાળકની અન્નનળી માં ફસાયેલ સિક્કાને સિફત પૂવૅક કાઢતા ધારપુરના તબીબ

બાલીસણા ના 13 વર્ષીય માસુમ બાળકની અન્નનળી માં ફસાયેલ સિક્કાને સિફત પૂવૅક કાઢતા ધારપુરના તબીબ

ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જરૂરિયાત મંદ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહી છે.ત્યારે ગતરોજ ધારપુર હોસ્પિટલના તબીબે બાલીસણા ના 13 વર્ષીય માસુમ બાળકની અન્નનળી માં ફસાયેલ સિક્કાને સિફત પૂવૅક કાઢી નવજીવન બક્ષ્યું હોય પરિવારજનોએ ધારપુર ના તબીબ સહિત સમગ્ર સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ તાલુકાના બાલીસણા ગામના આતિફ આરીફભાઈ શેખ(ઉ.૧૩વર્ષ) ને ગતરાત્રે ગળામાં દુઃખાવો તેમજ ઊલટી જેવા લક્ષણો જણાતા પરિવાર જનો ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા જયા ફરજ પરના તબીબ દ્રારા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મિત્રો સાથે રમતી વખતે આ માસુમ સિક્કો ગળી ગયા હોય ઇમરજન્સીમાં ડોક્ટર બાળક ને કાન, નાક અને ગળાના વિભાગમાં દાખલ કરી સમગ્ર તપાસ, એકસ-રે અને રિપોર્ટ કરાવવામાં આવ્યા અને ધાતુનો સિક્કા જેવો પદાર્થ અન્નનળી ના ઉપરના ભાગમાં છે તેની ખરાઈ થતાં અને દર્દીની ગંભીર હાલતની નોંધ લઈ, કાન, નાક, ગળા વિભાગના વડા તથા ડીન ડો.હાર્દિકભાઈ શાહની સૂચના અને માર્ગદર્શન મુજબ ડૉ.નઝમાબેન સેલિયા,ડૉ.વંદિત શાહ, ડો.ધ્રુવરાજ પટેલ, ડૉ. પિયુષ પટેલ દ્વારા બાળકનું ઇમરજન્સી ઓપરેશન  એનેસ્થેસિયા વિભાગના ડૉ.મહંમદ ચૌહાણ અને ડૉ.આશિષ ઘેડિયા ઉપરાંત નર્સિંગ સ્ટાફના સાથ સહકાર થી એન્ડોસ્કોપની મદદથી ફસાયેલ સિક્કો(૨ રૂપિયાનો) બહાર કાઢીને બાળકની તકલીફ દૂર કરવામાં આવતા દર્દીના સગાઓએ ત્વરીત અને સક્ષમ કાર્યવાહી બદલ સંતોષ વ્યક્ત કરી વિભાગના વડા તેમજ હોસ્પિટલ પ્રશાસન નો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર