રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 મે, 2026| Super Admin

વડાવલ ગામમાં ભક્તિનો માહોલ: જગતના કલ્યાણ માટે સંત મુકેશગીરી બાપુની 'અગ્નિ તપસ્યા'

વડાવલ ગામમાં ભક્તિનો માહોલ: જગતના કલ્યાણ માટે સંત મુકેશગીરી બાપુની 'અગ્નિ તપસ્યા'

યુવા સંત મુકેશગીરી બાપુ આવા ધોમધખતા તાપમાં આજુબાજુ છાણાં અને લાકડાની અગ્નિ પ્રગટાવી અનુષ્ઠાન આદર્યું 

સનાતન ધર્મના રક્ષણ અને જગત કલ્યાણ થાય વિશ્વમાં શાંતિ ફેલાય તેવા ભાવથી આ તપશ્ચર્યા ચાલુ કરી

છેલ્લા નવમાં વર્ષથી વિવિધ સ્થળોએ બાપુએ અલગ અલગ તપસ્યાઓ કરી 

ડીસા તાલુકામાં આવેલા ઐતિહાસિક અને પવિત્ર વડાવળ ગામની પાવન ધરા પર એક અદ્ભુત અને આધ્યાત્મિક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ગામના પ્રખ્યાત લાખણેશ્વર મહાદેવ મંદિર ખાતે સનાતન ધર્મના રક્ષણ, રાષ્ટ્રભાવના અને સમગ્ર વિશ્વના કલ્યાણના ઉમદા હેતુથી પરમ પૂજ્ય સંત મુકેશગીરી બાપુ દ્વારા કઠોર ‘સિદ્ધ અગ્નિ તપ’ (ધૂણા તપ) નો પ્રારંભ કરવામાં આવ્યો છે.વૈશાખ વદ અમાસ અને શનિવારના પવિત્ર દિવસથી શરૂ થયેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં સંત મુકેશગીરી બાપુ ધોમધખતા ઉનાળાની ભીષણ ગરમી વચ્ચે પણ પ્રભુ ભક્તિમાં લીન થયા છે. આ વર્ષે મંદિર પરિસરમાં આજુબાજુ ચારેય તરફ લાકડા અને છાણાંની મદદથી ધગધગતા ૮૪ અગ્નિ કુંડ (ધૂણા) પ્રગટાવવામાં આવ્યા છે. આ અગ્નિની પ્રચંડ જ્વાળાઓ અને અસહ્ય તાપની વચ્ચે, અર્ધ નગ્ન શરીરે માત્ર એક કંતાન પાથરીને પૂજ્ય બાપુ યજ્ઞકુંડની સામે કઠોર તપસ્યા કરી રહ્યા છે.

 પ્રકૃતિ પ્રેમી અને ધર્મ સંસ્કૃતિના રક્ષક એવા યુવા સંત મુકેશગીરી બાપુએ જણાવ્યું હતું કે, "આ કઠોર તપસ્યા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. સમસ્ત માનવજાત, અબોલા જીવજંતુઓ અને જીવાત્માઓના સુખ-શાંતિ માટે હું આ સિદ્ધિ અગ્નિ તપ કરવા બેઠો છું."​અત્રે ઉલ્લેખનીય છે કે, પૂજ્ય બાપુ સતત નવમાં વર્ષે આ પ્રકારની આકરી તપસ્યા કરી રહ્યા છે, જ્યારે વડાવળ ગામની પવિત્ર ભૂમિ પર લાખણેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ તેમનું સતત બીજું વર્ષ છે. પુરષોત્તમ માસના પુણ્યશાળી સમયગાળામાં થઈ રહેલા આ અનુષ્ઠાનને પગલે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે.​આ હૃદયકંપાવનારાં અને દૈવી દ્રશ્યોના દર્શન કરવા તેમજ મહંત ના આશીર્વાદ મેળવવા માટે વડાવળ ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી રોજેરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ગામલોકો આ દિવ્ય આયોજનથી ભારે ઉત્સાહિત છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

સંબંધિત સમાચાર