રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ25 એપ્રિલ, 2026| Super Admin

લોકશાહીનો જંગ : પાટણના ૯.૧૨ લાખથી વધુ મતદારો આવતીકાલે લખશે ભાવી

લોકશાહીનો જંગ : પાટણના ૯.૧૨ લાખથી વધુ મતદારો આવતીકાલે લખશે ભાવી

262 સંવેદનશીલ મતદાન મથકો પર તંત્ર ની બાજ નજર

પાટણ જિલ્લામાં આજે રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. શનિવારે વિવિધ ડિસ્પેચ સેન્ટરો પરથી EVM, VVPAT સહિતની 140 થી વધુ ચીજવસ્તુઓ સાથે ચૂંટણી સ્ટાફ મતદાન મથકો પર રવાના થયો હતો. પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 90 ઉમેદવારો મેદાનમાં છે. 9 તાલુકા પંચાયતોની 170 બેઠકો માટે 420 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. પાટણ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 114 ઉમેદવારો ચૂંટણી લડશે.સિદ્ધપુર નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો પૈકી 3 બિનહરીફ થતા,હવે 33 બેઠકો માટે 81 ઉમેદવારો મેદાનમાં છે.જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં કુલ 9,12,798 મતદારો નોંધાયા છે. પાટણ નગરપાલિકામાં 1,08,999 અને સિદ્ધપુર નગર પાલિકામાં 40,371 મતદારો છે.

રાધનપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 3,789 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ખાસ વ્યવસ્થા કરાઈ છે.ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે સંપન્ન થાય તે માટે તમામ અધિકારીઓની તાલીમ પૂર્ણ કરાઈ છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લાના 262 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. જિલ્લા પોલીસ વડા વી.કે.નાયીની આગેવાનીમાં 4 dysp,23 PI, 57 PSI અને 1108 પોલીસ જવાનો સહિત 1564 હોમગાર્ડ અને GRD સભ્યો તૈનાત છે. 2 પ્લાટુન SRPF, 16 QRT ટીમ, 77 પોલીસ મોબાઈલ વાહન, 147 બોડી વોર્ન કેમેરા અને 100 થી વધુ વીડિયોગ્રાફર દ્વારા સમગ્ર પ્રક્રિયા પર નજર રખાશે. પોલીસ તંત્ર દ્વારા ભયમુક્ત વાતાવરણમાં મહત્તમ મતદાન થાય તે માટે તમામ આયોજન કરાયું હોવાનું તંત્ર એ જણાવ્યું છે.

સંબંધિત સમાચાર