મુડેઠાના યુવક પાસેથી રૂપિયા 50,000ની માંગણી કરી કાર પડાવી લીધી

જુના નેસડાના શખ્સ સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ
ડીસા તાલુકાના મુડેઠાના યુવક પાસેથી રૂપિયા 50,000ની માંગણી કરી કાર પડાવી લીધી હતી. તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે નેસડા નવાના શખ્સ સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ડીસા તાલુકાના મુડેઠા ગામના શીવુભા ઉદેસિંહ રાઠોડ પાસે નેસડા નવાના ગોવિંદસિંહે કાર છોડાવવાના ખર્ચા તરીકે પહેલા રૂપિયા 5,000 માગ્યા હતા. પરંતુ બાદમાં આ રકમ વધારીને સીધી રૂપિયા 50,000ની માંગણી કરી હતી. રૂપિયા નહીં આપો તો વિદેશી દારૂના ખોટા ગુનામાં ફસાવી દેશે તેવી ખુલ્લી ધમકી આપી હતી. આ ઉપરાંત ડસ્ટર કાર પડાવી લીધી હતી. જે પરત આપવા માટે ફરીથી રૂપિયા 50,000 માંગવામાં આવ્યા હતા અને ગાડી હડપ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે શીવુભા રાઠોડે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
2 દિવસ પહેલા
