રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ5 જૂન, 2026| Super Admin

પાટણ-ચાણસ્મા હાઇવે પર અકસ્માતો રોકવા સંખારી ત્રણ રસ્તા પાસે સ્પીડ બ્રેકર મૂકવા માંગ

પાટણ-ચાણસ્મા હાઇવે પર અકસ્માતો રોકવા સંખારી ત્રણ રસ્તા પાસે સ્પીડ બ્રેકર મૂકવા માંગ

પાટણ-ચાણસ્મા હાઇવે પર આવેલા સંખારી ત્રણ રસ્તા પાસે વાહનોની બેફામ ગતિને કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે.આ મામલે પાટણ તાલુકા પંચાયતના પ્રમુખે કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી આ માગૅ પર બમ્પ બનાવવા રજુઆત કરી છે.સંખારી ત્રણ રસ્તા ઉપર બેફામ ચાલતા વાહનોના કારણે વારંવાર અકસ્માત ના બનાવ બને છે.અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.પાટણ તાલુકા પંચાયત પ્રમુખ જીનલબેન પટેલે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી તાત્કાલિક અસરથી હાઇવેની બંને બાજુએ બમ્પ (સ્પીડ બ્રેકર) બનાવવાની માંગ કરી છે.તેમણે રજૂઆતમાં જણાવ્યું છે.

 હાઇવે પરથી મોટા વાહનો ફૂલ ઝડપે પસાર થતા હોવાથી સંખારી રોડ તરફથી આવતા વાહનચાલકોને માર્ગ ક્રોસ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ અગાઉ પણ આ સ્થળે અનેક ગંભીર અકસ્માતો નોંધાઈ ચૂક્યા છે. ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ન થાય અને વાહનચાલકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી અહીં બંને બાજુ તાત્કાલિક બમ્પ બનાવવા અનિવાર્ય બન્યા છે.તાલુકા પ્રમુખે લોકહિતની આ ગંભીર સમસ્યાને વહેલી તકે ધ્યાને લઈ ઝડપી નિર્ણય લેવા તંત્રને તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#Patan-Chansma Highway

સંબંધિત સમાચાર