રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસા દક્ષિણ પોલીસે 16 ભેંસો ભરેલ આઈસર ઝડપી પાડ્યું

ડીસા દક્ષિણ પોલીસે 16 ભેંસો ભરેલ આઈસર ઝડપી પાડ્યું
પશુઓ નિભાવ અર્થે કાંટ પાંજરાપોળમાં લવાયા ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઇ એમ.બી.કોટવાલ અને તેમની ટીમ ડીસા પાટણ હાઇવે પર ભોપાનગર પોલીસ ચોકી પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક આઇસર ગાડી (નંબર જીજે 08 aw 2442) માં  પશુઓ ભરેલા હતા અને જેમાં તપાસ કરતા 16 ભેંસો હોવાનું માલુમ પડેલ. પોલીસ દ્વારા તપાસ કરતાં ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા રાખેલ ન હતી તથા અબોલા જીવ ભેસો ભરવા બાબતે કોઈ સક્ષમ અધિકારીનું પાસ પરમિટ પણ મળી આવેલ નહીં. જેથી પોલીસે તમામ 16 ભેંસો (કિંમત રૂપિયા 1,60,000) તથા આઇસર ગાડી (કિંમત રૂપિયા 5,00,000) તેમજ એક મોબાઇલ મળી કુલ રૂ.6,65,000 નો મુદ્દા માલ કબજે કરેલ અને આ ગુનાના આરોપીઓ સલીમ ઈસ્માઈલ  કુરેશી (રહે. મહમદપુરા ગવાડી), વાસીદ ખાદીમ કુરેશી (રહે. ગંજીપુરા ગવાડી), જાવેદ અબ્દુલ સમદ કુરેશી (રહે.ગંજીપુરા ગવાડી, ડીસા) સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ડીસા દક્ષિણ પોલીસ ચલાવી રહી છે. આ બાબતે પીઆઇ એમ. બી. કોટવાલે જણાવ્યું હતું કે, 1/1/2026 ના રોજ અમો વાહન ચેકિંગમાં હતાં. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં આઇસર જોવા મળતા તેમા તપાસ કરતા 16 ભેંસો મળી આવેલ છે. જે તમામ ભેંસોને હાલ કાટ પાંજરાપોળ ખાતે મોકલી આપેલ છે. અને આરોપી એક ઝડપાઈ ગયેલ છે અને અન્ય બે આરોપીઓ ફરાર છે તેમને ઝડપવાની તજવીજ હાલ ચાલુ છે.    

સંબંધિત સમાચાર