રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા3 એપ્રિલ, 2026| Super Admin

માથે ઝળુંબતું મોતનું સંકટ : ડીસાના બાઈવાડા સબ સ્ટેશનની વીજ લાઈનો બની જોખમી

માથે ઝળુંબતું મોતનું સંકટ : ડીસાના બાઈવાડા સબ સ્ટેશનની વીજ લાઈનો બની જોખમી

ભડથ એ.જી.18 સહિત અનેક ફીડરના વાયર નીચે, ગ્રામજનોમાં અકસ્માતની ભીતિ

ડીસા તાલુકાના બાઈવાડા ગામ ખાતે આવેલ બાઈવાડા સબ સ્ટેશનમાંથી પસાર થતી વીજ લાઈનો હાલ અત્યંત જોખમી સ્થિતિમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ભડથ એ.જી. 18 ફીડરની લાઈનોના વાયર નીચે ઝૂકી જતાં ગ્રામજનો અને ખેડૂતોમાં ગંભીર અકસ્માતની ભીતિ ઊભી થઈ છે.સ્થળ પર જોવા મળેલી પરિસ્થિતિ મુજબ ઘણા વિસ્તારોમાં વીજ વાયરો જમીન તરફ ઝૂલતા નજરે પડે છે, જ્યારે અનેક વીજ થાંભલા ઝાડ-ઝાંખરામાં ઢંકાઈ ગયા છે. બાઈવાડા સબ સ્ટેશનમાંથી ભડથ, ભાદરીયા, ઘાડા અને ગેનાજી તરફ જતી લાઈનોમાં આવી બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બાબતે વીજ વિભાગને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ યોગ્ય કામગીરી હાથ ધરાઈ નથી. “તંત્ર માત્ર કાગળ પર જ મેન્ટેનન્સ બતાવે છે, જમીન પર કોઈ કામ થતું નથી,” એવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો.બીજી તરફ, સંબંધિત વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ દિવસમાં કામગીરી શરૂ કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટરને કામ સોંપી દેવામાં આવ્યું છે.

મેન્ટેનન્સ માત્ર કાગળ પર ?

ગ્રામજનોનો આક્ષેપ છે કે લાંબા સમયથી આ સમસ્યા યથાવત છે, છતાં નિયમિત મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. ચોમાસા પૂર્વે થતી કામગીરી પણ કાગળ પર જ સીમિત રહેતી હોવાનો રોષ જોવા મળે છે. વીજ લાઈનો નીચે ઝૂલતી હોવા અને થાંભલાઓ ઝાડમાં ગરકાવ થતાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર પગલા ભરે છે કે નહીં ?

સંબંધિત સમાચાર