થરાદ તાલુકાની નર્મદાની મુખ્ય કેનાલમાં જમડા પુલ નજીક એક અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. રાહદારીઓએ મૃતદેહ જોયા બાદ તરત જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ફાયર ઓફિસર વિરમજી રાઠોડે માહિતી આપી હતી કે, કોલ મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક યુવકના ગળામાંથી માત્ર માતાજીનો ફોટો મળ્યો છે. તેની ઓળખ થાય તેવા કોઈ અન્ય પુરાવા કે દસ્તાવેજ મળ્યા નથી.ફાયર વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઈ આ યુવકને ઓળખતું હોય તો તેના પરિવારજનોને જાણ કરવી. પોલીસે આ મામલે યુવકની ઓળખવીધી સાથે વધુ તપાસ શરૂ કરી છે.
થરાદની નર્મદા કેનાલમાંથી વધુ એક યુવાનની લાશ મળી

ટેગ્સ:#Investigation#public safety#Narmada canal#Community Awareness#Fire Brigade Response#Tharad Taluka#Missing Persons#Unidentified Youth#Police Inquiry
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ બનાસ નદીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓ ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર હાઈવે પર સ્પા સેન્ટર ઉપર દરોડો : થાઈલેન્ડની 5 યુવતીઓ સહિત 7 ની અટકાયત
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના હવાઇ પિલર નજીકથી મોટર સાયકલની ચોરી : પોલીસ ફરિયાદ નોંધાઈ
2 દિવસ પહેલા
બનાસકાંઠારાજ્યસભાના ઉપાધ્યક્ષે પરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા
2 દિવસ પહેલા
