બાઇક પર જોખમી સ્ટંટનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર પાટણ ના બે યુવકોને પોલીસે કાયદાના પાઢ ભણાવતા આવા સ્ટંટ વાળા વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં લબરમુછિયો યુવાનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાઠી ગામના બે યુવકોએ મોટર સાયકલ પર જોખમી સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ દરમિયાન આ બંને યુવકોને ઝડપી પાડ્યા હતા. અને પોલીસ મથકે લાવી જોખમી સ્ટંટ કરવાના પરિણામો અને કાયદાકીય જોગવાઈઓ વિશે સમજાવ્તા યુવકોએ પોતાની ભૂલ સ્વીકારી અને હવે તેઓ આવા સ્ટંટ કયારેય નહિ કરે અને અન્ય યુવાનોને પણ આવા જોખમી સ્ટંટ ન કરવા માટે જાગૃત કરશે તેવી પોલીસ સમક્ષ હૈયાધારણા આપી હતી. પોલીસ ની કામગીરીથી આવા સ્ટંટ બનાવનાર યુવકોમાં કાયદા નો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
જોખમી સ્ટંટ; પાટણ ના બે યુવકોને પોલીસે કાયદાના પાઢ ભણાવ્યા

ટેગ્સ:#public safety#Patan district#Law Enforcement#Community Awareness#Crime Prevention#Dangerous Stunts#Youth Behavior#Social Media Influence#Legal Consequences#Viral Videos
સંબંધિત સમાચાર
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
1 દિવસ પહેલા
પાટણપાટણના સુજનીપુર પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: મુસાફરોનો આબાદ બચાવ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી: ₹૧ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
4 દિવસ પહેલા
