રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા31 ઑગસ્ટ, 2025| Super Admin

'હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન’ થીમ સાથે બનાસકાંઠામાં સાયકલ રેલીનું આયોજન કરાયું

'હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન’ થીમ સાથે બનાસકાંઠામાં સાયકલ રેલીનું આયોજન કરાયું
બાલારામથી અંબાજી સુધી સાયક્લોથોન: ફિટનેસ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ "હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન, ખેલે ભી ઔર ખીલે ભી" થીમ આધારે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં ત્રી - દિવસીય રાષ્ટ્રીય રમતગમત દિવસ અંતર્ગત સ્પર્ધાના ત્રીજા દિવસે બાલારામ થી અંબાજી ગબ્બર સુધી સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે લીલીઝંડી આપીને સાયકલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. જન ભાગીદારી સાથે આયોજિત આ સાયકલ સ્પર્ધા બાલારામ મહાદેવ, ચિત્રાસણી થી લઈને અંબાજી ગબ્બર સુધી યોજાઈ હતી. જેમાં ભાદરવી પૂનમ મહા મેળા સંદર્ભે ધજા સાથે આ સાયકલ યાત્રા યોજાઈ હતી. આ સાયકલ રેલીમાં ‘સન્ડે ઓન સાયકલ’અભિયાન હેઠળ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, પોલીસ વિભાગના અધિકારીઓ અને જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રેલીનો ઉદ્દેશ્ય ફિટનેસ, પર્યાવરણ જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. સાયકલ રેલી દ્વારા લોકોને પર્યાવરણને અનુકૂળ પરિવહનના માધ્યમો અપનાવવા અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ દસ વિજેતા સ્પર્ધકોને સન્માનિત કરાયા હતા.

સંબંધિત સમાચાર