રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા13 એપ્રિલ, 2025| Super Admin

શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્રી મેળાના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોક ડાયરો યોજાયો

શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્રી મેળાના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોક ડાયરો યોજાયો

લોકસાહિત્યકાર સાંઈરામ દવેએ દુહા છંદ અને હાસ્યની રમઝટ બોલાવી; મહેસાણા જિલ્લામાં બહુચરાજી ખાતે ત્રિ દિવસીય ચૈત્રી પૂનમના મેળામાં આજે મેળાના બીજા દિવસે તા. 11/04/2025 ના રોજ માનવ મહેરામણ ઉમટ્યું હતું. આજરોજ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી પૂનમના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમનો ધારાસભ્ય સુખાજી ઠાકોરે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોક ડાયરામાં જાણીતા લોકસાહિત્યકાર સાંઈરામ દવે અને કલાકાર વિશ્વા કંચાલા દ્વારા વિવિધ રચનાઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાંઈરામ દવે દ્વારા દુહા છંદની રમઝટ બોલાવીને યાત્રાળુઓને ભક્તિમાં મંત્રમૃગ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત કલાકાર વિશ્વા કંચાલા દ્વારા ' હે મા જગજનની ' સ્તુતિ રજૂ કરવામાં આવી હતી તેમજ વિવિધ કલાકારોના કાફલાએ જુદી જુદી સાંસ્કૃતિક રજુઆત કરતા મોડી રાત સુધી માં બહુચરના ભક્તોએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાયરાની મોજ માણી હતી.

સંબંધિત સમાચાર