રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જૂન, 2026| Super Admin

ડીસામાં ગૌતસ્કરો બેફામ ? ગૌરક્ષકો પર હુમલો કરી હિન્દુ આગેવાનોને ધમકી અપાઈ

ડીસામાં ગૌતસ્કરો બેફામ ? ગૌરક્ષકો પર હુમલો કરી હિન્દુ આગેવાનોને ધમકી અપાઈ

હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીવાયએસપીને આવેદન પત્ર અપાયુ 

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં ગૌરક્ષકો પર થયેલા જીવલેણ હુમલા અને હિન્દુ યુવા સંગઠનના જવાબદાર હોદ્દેદારોને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે આજે હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા દ્વારા ડીસા ડીવાયએસપી કચેરીએ જઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સંગઠને આ મામલે કડક કાર્યવાહીની માંગ સાથે કહ્યું છે કે આ બાબતે પગલાં લેવામાં નહીં આવે તો બંધનું એલાન આપીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ડીસા શહેરમાં ગૌરક્ષક ગણેશભાઈ ગોસ્વામી અને પ્રકાશસિંહ ઠાકોર પર કાયરતાપૂર્ણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. હુમલાખોરો સામે કાયદેસરના કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.સંગઠનના અધ્યક્ષ મનોજભાઈ ઠાકોર અને રાહુલભાઈને ઓડિયો ક્લિપ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે. અધર્મી અને ગુનાહિત માનસિકતા ધરાવતા આવા તત્વો સામે ત્વરિત પોલીસ કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી હોવાનું સંગઠને જણાવ્યું હતું.

હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠાના જિલ્લા અધ્યક્ષ મનોજ સી.ઠાકોર અને અન્ય કાર્યકરોએ ડીવાયએસપીને આવેદન આપી સ્પષ્ટ કર્યું હતું કે, જો આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સંગઠન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને આગામી દિવસોમાં ડીસા બંધનું એલાન આપવાની પણ ફરજ પડશે.

ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર