ત્યારે પાલનપુરની મમતા મંદિરમાં અભ્યાસ સાથે સાથે દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બને તે હેતુથી ઈત્તર પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવે છે. રક્ષાબંધનમાં રાખડીઓ પછી, હવે દિવાળીને ધ્યાનમાં રાખી આ બાળકો વિવિધ રંગોથી સુશોભિત દીવડા અને તોરણ તૈયાર કરી વેચાણ માટે મૂકે છે. આ દીવડા અને તોરણ ન માત્ર તેમની પ્રતિભાનું પ્રતિબિંબ છે, પરંતુ સ્વાવલંબન તરફનું એક અનોખું પગલું પણ છે. લોકો પાસે અપીલ કરવામાં આવી છે કે તેઓ આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવડા અને તોરણ ખરીદીને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપે છે
પાલનપુરમાં દિવ્યાંગ બાળકો દ્વારા રંગબેરંગી દીવડા અને તોરણ તૈયાર કરાયા

દિવાળીના તહેવારને આવકારવા પાલનપુર મમતા મંદિરના દિવ્યાંગ વિધાર્થીઓએ પોતાના હાથે રંગબેરંગી અને ડિઝાઇનવાળા અવનવા દીવડા તથા તોરણ તૈયાર કરી વેચાણ માટે મુક્યા છે. આ દિવ્યાંગ બાળકોની આકર્ષક કૃતિઓ હાલ સૌનું ધ્યાન ખેંચી રહી છે.દિવાળીના તહેવારો હવે ગણતરીના દિવસોથી દૂર છે. ઘરોને સુંદર રીતે શણગારવા લોકો અવનવા ડેકોરેશનની તૈયારીમાં લાગી ગયા છે. પહેલાં સાદા દીવડાઓનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે બજારમાં નવીન ડિઝાઇનવાળા દીવડા અને સુશોભન સામગ્રીની માંગ વધી રહી છે.
ત્યારે પાલનપુરની મમતા મંદિરમાં અભ્યાસ સાથે સાથે દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બને તે હેતુથી ઈત્તર પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવે છે. રક્ષાબંધનમાં રાખડીઓ પછી, હવે દિવાળીને ધ્યાનમાં રાખી આ બાળકો વિવિધ રંગોથી સુશોભિત દીવડા અને તોરણ તૈયાર કરી વેચાણ માટે મૂકે છે. આ દીવડા અને તોરણ ન માત્ર તેમની પ્રતિભાનું પ્રતિબિંબ છે, પરંતુ સ્વાવલંબન તરફનું એક અનોખું પગલું પણ છે. લોકો પાસે અપીલ કરવામાં આવી છે કે તેઓ આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવડા અને તોરણ ખરીદીને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપે છે
ત્યારે પાલનપુરની મમતા મંદિરમાં અભ્યાસ સાથે સાથે દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બને તે હેતુથી ઈત્તર પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવે છે. રક્ષાબંધનમાં રાખડીઓ પછી, હવે દિવાળીને ધ્યાનમાં રાખી આ બાળકો વિવિધ રંગોથી સુશોભિત દીવડા અને તોરણ તૈયાર કરી વેચાણ માટે મૂકે છે. આ દીવડા અને તોરણ ન માત્ર તેમની પ્રતિભાનું પ્રતિબિંબ છે, પરંતુ સ્વાવલંબન તરફનું એક અનોખું પગલું પણ છે. લોકો પાસે અપીલ કરવામાં આવી છે કે તેઓ આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવડા અને તોરણ ખરીદીને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપે છે
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં બેફામ ખનીજ ચોરી: નિયમો નેવે મૂકી રેતી માફિયાઓ સક્રિય, તંત્ર સામે સવાલો
5 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર ધનિયાણા ચોકડીનો મુખ્ય માર્ગ એક વર્ષથી ધોરણે: ગટરલાઇન પછી રસ્તો ન બનતા હાલાકી
5 દિવસ પહેલા
બનાસકાંઠાઓગડ દેવ દરબારના મહંત બલદેવગિરી મહારાજની અટકાયત બાદ જામીન પર મુક્તિ
5 દિવસ પહેલા
બનાસકાંઠારોટરી ક્લબ ડીસાને સેવાકીય કાર્યો બદલ 24 એવોર્ડ્સ મળ્યા
5 દિવસ પહેલા