રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ9 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ શહેર સહિત જિલ્લામાં હર ઘર તિરંગા ના આયોજન સંદર્ભે કલેકટર દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ

પાટણ શહેર સહિત જિલ્લામાં હર ઘર તિરંગા ના આયોજન સંદર્ભે કલેકટર દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ
શાળાઓમાં વકતૃત્વ, ચિત્ર,રંગોળી અને ક્વીઝ સ્પર્ધાઓ સહિત રાષ્ટ્રભક્તિના અનેકવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાશે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર તુષારભટ્ટના અધ્યક્ષસ્થાને 'હર ઘર તિરંગા' આયોજન સંદર્ભે શુક્રવારે બેઠક યોજાઇ હતી. જેમાં આ વર્ષે હર ઘર તિરંગાની સાથે હર ઘર સ્વચ્છતાની થીમ પણ રહેશે,સ્વચ્છતા અભિયાનને લગતી જનજાગૃત્તિ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જિલ્લામાં ૧૩ મી ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા યોજાશે ઉપરાંત શાળાઓમાં વકતૃત્વ, ચિત્ર, રંગોળી અને ક્વીઝ સ્પર્ધાઓ સહિત રાષ્ટ્રભક્તિના અનેકવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દેશના સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સમગ્ર દેશ, રાજ્ય અને પાટણ જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે. સમગ્ર જિલ્લામાં 'હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છ' અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં ગ્રામ્ય, નગર પાલિકા અને તાલુકા કક્ષાએ અનેકવિધ કાર્યક્રમો યોજાશે. પાટણ ખાતે ૧૩ મી ઓગસ્ટના રોજ તિરંગા રેલી યોજાશે,તિરંગા યાત્રામાં પદાધિકારીઓ સાથે જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ,પોલીસ જવાનો,સામાજિક સંસ્થાઓ સહિત નગરજનો પણ જોડાશે. જિલ્લાના નાગરિકોને આ કાર્યક્રમમાં હર્ષભેર જોડાવા માટે જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર સહિત જિલ્લાના અધિકારીઓ,વિવિધ એનજીઓ ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર