રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 જૂન, 2025| Super Admin

આકાશમાં વાદળા ગોરંભાતા ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો

આકાશમાં વાદળા ગોરંભાતા ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો
બનાસકાંઠામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ; બનાસકાંઠા જિલ્લામાં  હિટવેવથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે પરંતુ છેલ્લા બે દિવસથી ફરી એક વાર હવામાનમાં આવેલ આકસ્મિક પલટાના કારણે વહેલી સવારથી આકાશમાં વાદળાં ગોરંભાવા સાથે પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થયો છે.પરંતુ તાપમાન ઘટવા છતાં બફારા અને ઉકળાટથી આમ પ્રજા પરસેવે રેબઝેબ થઈ ઉઠી છે.તેમાં પણ બપોરના સુમારે તો ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળે છે. રણ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ઉનાળો આકરો નિવડતા સૂરજ દાદા સવારથી આગ ઓકવા લાગતા છેલ્લા વીસેક દિવસથી જિલ્લાવાસીઓ અસલ ઉનાળાની આકરી ગરમીનો સામનો કરી રહ્યા હતા. આકાશમાંથી અગન ગોળા વરસતા કામ વિના લોકો બહાર નીકળવાનું ટાળતા બપોરના સુમારે તો બજારો સાથે રસ્તા પણ સુમસામ ભાસતા હતા. કાળઝાળ ગરમીથી બચવા લોકો અવનવા નુસખા અપનાવે છે પણ એકેય ઉપાય કારગત નીવડતો નથી.જો કે બે દિવસથી અચાનક હવામાન પલટાતા ગરમીમાં આંશિક ઘટાડો થતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તેથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે પણ બફારો અને ઉકળાટ અસહ્ય થઈ પડતા સિઝનની ગરમીનો પ્રકોપ અકબંધ જળવાઈ રહ્યો છે. જો કે હવે વહેલી સવારથી આકાશમાં વાદળા ગોરંભાતા અને ઉત્તર- પશ્ચિમી પવન ફૂંકાતા જિલ્લામાં પ્રી-મોનસુન એકટીવિટી શરૂ  થઈ છે. તેથી વહેલા વરસાદની શકયતા નકારી શકાતી નથી.વડીલોના જણાવ્યા મુજબ આ વખતે ગરમીનો પ્રકોપ વધુ રહેતાં વરસાદ પણ વધુ પડવાની શક્યતા છે.જ્યારે હવામાન વિભાગે વહેલા વરસાદની આગાહી કરી છે. થ્રેસરોના ભાવ ઊંચકાયા; વહેલા વરસાદની શકયતાના કારણે અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે ખેડૂત પરિવારો બાજરીનો પાક લેવામાં પરોવાયાં છે પરંતુ મજૂરોની તીવ્ર અછત અને ગરમીના કારણે ખેડૂતો મૂંઝાઈ ઉઠ્યા છે. બીજી બાજુ, બાજરી લેવા થ્રેસરોની પણ માંગ રાતોરાત વધી ગઈ છે.તેથી થ્રેસરોના ભાવ પણ ઊંચકાયા છે.

સંબંધિત સમાચાર