રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 મે, 2025| Super Admin

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત 'પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી અભિયાન' હેઠળ સ્વચ્છતા ડ્રાઇવ અને જન જાગૃતિ કાર્યક્રમ

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત 'પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી અભિયાન' હેઠળ સ્વચ્છતા ડ્રાઇવ અને જન જાગૃતિ કાર્યક્રમ

યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ અને અંબાજી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત 'પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી અભિયાન' હેઠળ સ્વચ્છતા ડ્રાઇવ અને જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. યાત્રાધામ અંબાજીમાં લાખોની સંખ્યામાં યાત્રિકો પધારે છે. યાત્રિકો ઉપરાંત અંબાજીના રહેવાસીઓ, વેપારીઓમાં સ્વચ્છતા જાગૃતિ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. અંબાજી ગ્રામજનો અને વેપારીઓ સાથે સ્વચ્છતા જાગૃતિ માટે અગાઉ બેઠક કરવામાં આવેલ. યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત કરી સ્વચ્છ અંબાજી કરવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ તા.૨૯/૦૫/૨૦૨૫ ના રોજ અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી  કૌશિક મોદીની આગેવાનીમાં સમગ્ર અંબાજીમાં સફાઈ ડ્રાઇવ જન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. અંબાજી ગ્રામ પંચાયતના સફાઈ કર્મીઓ તથા અંબાજી સત્તામંડળની સફાઈ એજન્સીના કર્મીઓ દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું. અંબાજીના દુકાનદારોને સફાઈ ડ્રાઇવથી અવગત કરી સધન સફાઈ ઝુંબેશ કરવામાં આવી. આજના આ સફાઈ કાર્યક્રમથી જન જાગૃતિ અભિયાન કરી યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવા અને જરૂરી સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી. સફાઈ અભિયાનના આ કાર્યક્રમમાં અંબાજી ગ્રામ પંચાયત, અંબાજી વિકાસ વિસ્તાર સત્તા મંડળ, અંબાજી મંદિરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

સંબંધિત સમાચાર