રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત8 મે, 2025| Super Admin

ધોરણ 10નું પરિણામ જાહેર; બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ પરિણામ 89.29%

ધોરણ 10નું પરિણામ જાહેર; બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ પરિણામ 89.29%
ધોરણ 10નું પરિણામ સવારે 8 વાગ્યે જાહેર થયું છે જેમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની GSEB.ORG વેબસાઇટ પર જોઈ શકાશે પરિણામ સાથે ફેબ્રુઆરી-માર્ચ 2025 માં ધોરણ 10ની લેવાઈ હતી પરીક્ષા તેમજ સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિધાર્થીઓ વોટ્સઅપ નં. 6357300971 પર પરિણામ મેળવી શકશે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું  પરિણામ 83.08 ટકા; મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11% પરિણામ આવ્યું છે, ભાવનગરના ભોળાદ કેન્દ્રનું પરિણામ પણ 99.11% અને સૌથી ઓછું પરિણામ ખેડાના અંબાવ કેન્દ્રનું 29.56% આવ્યું છે. સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા છે.સૌથી ઓછું પરિણામ ખેડા જિલ્લાનું 72.55 ટકા અને 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 1574 છે. 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળા 201 છે. ધોરણ 10માં અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.58 ટકા ધોરણ 10માં ગુજરાતી માધ્યમનું પરિણામ 81.79 ટકા, ધોરણ 10માં હિન્દી માધ્યમનું પરિણામ 76.47 ટકા નોંધાયું છે. Gujarat બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું, ગત વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ પરિણામ 89.29%, ધોરણ 10નું પરિણામ જાહરે થતાં આ વર્ષે 89.29 % સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે. જ્યારે 72.55 % સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા છે. 100 % પરિણામ વાળી સ્કૂલોની વાત કરવામાં આવે તો આ વર્ષે 1574 સ્કૂલોમાં 100 % પરિણામ આવ્યું છે. 201 સ્કૂલોમાં 30%થી ઓછું પરિણામ આવ્યું છે. જ્યારે ઝીરો % પરિણામ વાળી સ્કૂલો 45 છે.

સંબંધિત સમાચાર