રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા13 ફેબ્રુઆરી, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં ધો.10 બોર્ડની પરીક્ષા પાંચ ઝોનમાં લેવાશે

બનાસકાંઠા જિલ્લામાં ધો.10 બોર્ડની પરીક્ષા પાંચ ઝોનમાં લેવાશે
એચએસસી સામાન્ય અને એચએસસી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બે -બે ઝોનમાં લેવાશે ધો.10 માં 49,805 અને ધો.12 માં 30,000 વિદ્યાર્થીઓના ભાગ્યની કસોટી: કારકિર્દી માટે મહત્વપૂર્ણ ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા અગામી 27 ફેબ્રુઆરીથી શરુ થવાની છે. જેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાનું સમય પત્રક અને વિષયવાર બિલ્ડિંગ મુજબ પરીક્ષા કેન્દ્રો ખાતેની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ધો.10 ની પરીક્ષા પાંચ ઝોનમાં તેમજ ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બે બે ઝોનમાં લેવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં બે ઝોનના 40 કેન્દ્રોની 82 બિલ્ડિંગના 809 બ્લોકમાં ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાશે. જેમાં 24033 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે બીજા ઝોનના 7 કેન્દ્રોના 23 બિલ્ડિંગના 274 બ્લોકમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાશે. જેમાં 5330 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે પાંચ ઝોનના 66 કેન્દ્રની 184 બિલ્ડિંગના 1789 બ્લોકમાં ધો.10 એસએસસી બોર્ડની પરીક્ષા યોજાશે. જેમાં 49805 વિદ્યાર્થીઓ ભાગ્યની કસોટી આપશે. જોકે ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં અને પારદર્શક રીતે યોજાય તેમજ વિદ્યાર્થીઓ નિર્ભય બની પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા લેવાશે; બનાસકાંઠા જિલ્લામાં આગામી તા.27 ફેબ્રુઆરી થી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. જેમાં ગેરરીતિ રોકવા માટે દરેક બ્લોકમા સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ તેમજ પોલીસના સધન બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજવામાં આવશે. જેમાં પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ, સ્માર્ટ વોચ જેવા ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર