રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ8 મે, 2025| Super Admin

પાટણ મામલતદાર કચેરી ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ

પાટણ મામલતદાર કચેરી ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ
પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના માર્ગદર્શન અને સૂચના મુજબ પાટણ જિલ્લામાં આઇ.ઓ.સી. એલ.ટર્મિનલ સિધ્ધપુર, જી.આઈ.ડી.સી. સિધ્ધપુર,સિધ્ધપુર નગરપાલિકા,પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકા, આઇ.ઓ.સી.એલ. પાઇપલાઇન યુનિટ, રાધનપુર, એચ.પી.સી.એલ. પંપીંગ સ્ટેશન, સાંતલપુર ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ હતી. પાટણ શહેરમાં પ્રાંત અધિકારી હિરેન ચૌહાણના નીરક્ષણ હેઠળ મામલતદાર કચેરી ખાતે લોકજાગૃતિ માટે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ હતી. સૌ પ્રથમ સાયરન વગાડી ચેતવણી સાથે લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ દ્વારા બોમ્બ બાર્ડીગ જેવી આપત્તિજનક સ્થિતિમાં કરવાની બચાવ અને રાહત કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું. આ પરિસ્થિતિમાં લોકોને સજાગ અને સાવચેત રહેવાના પગલાં અંગે માઈક દ્વારા જાણકારી આપવામાં આવી હતી. તેમજ અસરગ્રસ્ત અને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવાની કાર્યવાહીનું નિદર્શન કરાયું હતું.પ્રાંત અધિકારી હિરેન પટેલે સમગ્ર સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અંગે જણાવ્યું કે, ઓપરેશન અભ્યાસ અંતર્ગત મિસાઈલ અને બોમ્બ પડવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવાની સાથે હુમલામાં ભોગ બનેલા અસરગ્રસ્તોને ભોજન, પાણી અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બ્લેક આઉટના સમય દરમિયાન બિનજરૂરી અવર જવર ટાળવા, અને લોકોને દેશ દાઝ સાથે લાઈટો બંધ રાખી સ્વયંભૂ જોડાવવા વહીવટીતંત્રની અપીલને સૌએ સ્વીકારી હતી.

સંબંધિત સમાચાર