રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ19 મે, 2026| Super Admin

પાટણ પાલિકામાં સત્તા પરિવર્તન: ચંદ્રિકાબેન રાવળ નવા પ્રમુખ બન્યા

પાટણ પાલિકામાં સત્તા પરિવર્તન: ચંદ્રિકાબેન રાવળ નવા પ્રમુખ બન્યા

પાલિકાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર રાવળ સમાજની મહિલા પ્રમુખ બનતા સમાજમાં પણ ખુશીનો માહોલ છવાયો

ચંદ્રિકા રાવળ પ્રમુખ, ઉત્કર્ષ પટેલ ઉપપ્રમુખ,દંડક મનિષા પ્રજાપતિ અને કારોબારી ચેરમેન નિલમ પટેલ અને પક્ષના નેતા તરીકે ડો. મનોજ ઠાકોર ની પસંદગી

પાટણ નગરપાલિકાના સભાખંડમાં મંગળવારે સવારે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં પાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં પ્રમુખ પદ માટે ઓબીસી મહિલાની અનામત બેઠક પર ભાજપ તરફથી ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળના નામની દરખાસ્ત મુકાઈ હતી,જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી સમીમબાનુ સુમરાએ દાવેદારી નોંધાવી હતી.તો ઉપપ્રમુખ પદ માટે ભાજપના મેન્ડેડ પર ઉત્કર્ષ પટેલના નામની દરખાસ્ત આવી હતી, જેની સામે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અલ્કેશ પટેલે ફોર્મ ભર્યું હતું.ચૂંટણી અધિકારી દ્વારા યોજાયેલી મતદાન પ્રક્રિયામાં પ્રમુખ પદના ઉમેદવાર ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળને કુલ 44 માથી 25 મતો મળ્યા હતા, જેમાં 24 ભાજપના અને એક અપક્ષ  ઉમેદવાર ચેતનાબેન પ્રજાપતિ નો મત પણ સામેલ હતો. જ્યારે અન્ય બે અપક્ષ ઉમેદવારો તટસ્થ રહ્યા હતા. 

બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર સમીમ બાનુ સુમરાને 17 મતો મળતા પ્રાંત અધિકારી દ્વારા ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળને સત્તાવાર રીતે પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ઉપપ્રમુખ પદ માટે થયેલા મતદાનમાં ભાજપના ઉત્કર્ષ પટેલને 25 મતો અને કોંગ્રેસના અલ્કેશ પટેલને 17 મતો મળ્યા હતા. બહુમતીના આધારે ઉત્કર્ષ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી જાહેર કરવામાં આવી હતી. ભાજપના બંને ઉમેદવારો વિજેતા બનતા સભાખંડમાં હાજર સભ્યો અને સમર્થકોએ તેમને વધાવી લીધા હતા.

આગામી અઢી વર્ષ માટે પાટણના પ્રથમ નાગરિક બનેલા રાવળ સમાજના મહિલા ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળની વરણી ને લઇ સમગ્ર રાવળ સમાજમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવનિયુક્ત પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળ ઘરકામની સાથે સામાજિક સેવાઓ સાથે પણ જોડાયેલા છે અને હવે તેઓ પાલિકા પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળશે. પાલિકાના 49 મા નવ નિયુક્ત પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે જણાવ્યું હતું કે તેઓ પાટણ શહેરના તમામ 11 વોર્ડને સમાંતર રાખીને, કોઈપણ જાતના ભેદભાવ વગર સૌ નગરસેવકોને સાથે રાખીને નગરજનોની સમસ્યાઓનો ઉકેલ લાવશે અને વિકાસના કાર્યોને આગળ ધપાવશે.આ સામાન્ય સભામાં અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી, જેમાં કારોબારી ચેરમેન તરીકે નીલમ પટેલ,પક્ષના નેતા તરીકે ડો.મનોજ ઠાકોર અને દંડક તરીકે મનીષા પ્રજાપતિની વરણી કરાતા સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.

ટેગ્સ:#Patan Municipality

સંબંધિત સમાચાર