રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 મે, 2026| Super Admin

વાતાવરણમાં પલટો : બનાસકાંઠામાં ધૂળની ડમરીઓથી આકાશ ધૂંધળાયું

વાતાવરણમાં પલટો : બનાસકાંઠામાં ધૂળની ડમરીઓથી આકાશ ધૂંધળાયું

જિલ્લામાં 12 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનથી ગરમીમાં રાહત, પરંતુ ખેડૂતોમાં ચિંતા

બાજરી સહિત ઉભા પાકોને પવનના કારણે નુકસાન થવાની ભીતિ

સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લોમાં વૈશાખ માસની આકરી ગરમી વચ્ચે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. બુધવારે દિવસ દરમિયાન આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યા બાદ સાંજના સમયે ધૂળની ડમરીઓ ઉડતાં સમગ્ર વિસ્તાર ધૂંધળો બન્યો હતો. ગુરુવારે જિલ્લામાં આશરે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હવામાં ધૂળનું આવરણ છવાઈ ગયું હતું.

ઉનાળાની સિઝનમાં સરહદી વિસ્તારોમાં ધૂળભરી આંધીઓ સામાન્ય બની રહેતી હોય છે, પરંતુ છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી રાહત અનુભવાઈ રહી છે. જિલ્લામાં તાપમાનનો પારો અંદાજે 40 ડિગ્રી આસપાસ નોંધાયો હતો. જોકે, ધૂળયુક્ત વાતાવરણને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. ખાસ કરીને શ્વાસના દર્દીઓ અને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ધૂળની ડમરીઓના કારણે દૃશ્યતા ઘટી હતી.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર