ચાણસ્મા કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક શખ્સને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી

એકાઉન્ટ બ્લોક હોવા છતાં પણ ૪ લાખનો ચેક આપતાં રિટર્ન થયો હતો
ચાણસ્મા શહેરમાં રહેતા એક શખ્સે તેના કુટુંબી ભાઈ પાસેથી બે મહિના
માં પરત આપવાના વાયદે ઉછીના ચાર લાખ રૂપિયા લીધા બાદ વાયદો પુરો થતા ઉઘરાણી કરતાં તેણે એકાઉન્ટ બ્લોક હોવા છતાં પણ ચેક આપ્યો હતો.ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થતાં ચાણસ્મા કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવી હતી. જે કેસ ચાણસ્મા કોર્ટમાં ચાલી જતાં કોર્ટે શખ્સને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી અને મુળ રકમ સહિત વધારાનું દસ ટકા વળતર સાથે પૈસા ચુકવવા આદેશ આપ્યો હતો.
આ બનાવની મળતી હકીકત મુજબ ચાણસ્માના હેમંતકુમાર પટેલને પૈસાની જરૂર હોવાથી તેણે કુટુંબી ભાઈ વિષ્ણુભાઈ પટેલ પાસેથી બે મહિનાના વાયદે ચાર લાખ રૂપિયા લીધા હતા. જેનો વાયદો પુરો થતા પૈસાની ઉઘરાણી કરતાં તેણે તેનું એકાઉન્ટ બ્લોક હોવા છતાં પણ ચેક આપતાં ચેક બેંકમાં જમા કરાવતા એકાઉન્ટ બ્લોકના શેરા સાથે ચેક રિટર્ન થતાં ચાણસ્મા કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવી હતી. જેમાં ફરીયાદી તરફે વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે હેમંત કુમાર પટેલને એક વર્ષની સાદી કેદની સજા અને વધારાનું દસ ટકા વળતર મળી કુલ રકમ રૂપિયા ચાર લાખ ચાલીસ હજાર ચુકવવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
8 કલાક પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
2 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
3 દિવસ પહેલા
