રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા14 એપ્રિલ, 2026| Super Admin

બનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા

બનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ :  24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા

બનાસકાંઠા જિલ્લામાં ચેન સ્નેચિંગ થકી તરખાટ મચાવનાર ચીખલીગર ગેંગના એક આરોપી ને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપી ને દબોચી લઈ ચેન સ્નેચિંગના 24 ગુનાઓનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું પગેરું મેળવવામાં સફળતા મળી હતી. ઝડપાયેલા આરોપીનું નામ રાજાસિંહ નરસિંગ બાધા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેનો ભાઈ અને સાથી રામજાને સિંહ નરસિંગ બાધા હજી ફરાર છે. બંને ભાઈ છેલ્લા દસ વર્ષથી વાહન ચોરી કરીને વિવિધ શહેરોમાં ચેન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા હતા. પોલીસ તપાસમાં, આરોપીઓ મહેસાણા, રાધનપુર, જુનાગઢ, ચોટીલા, ભુજ, મોરબી, બોટાદ, ગાંધીધામ, વડનગર, આદિપુર, અંજાર અને ડીસા સહિતના વિસ્તારોમાં 24થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલા છે. બે વર્ષ અગાઉ પાલનપુરમાં એક મહિલાના ગળામાંથી સોનાની ચેન લૂંટવાનો ગુનો પણ આ જ ગેંગે કર્યો હોવાનું બહાર આવ્યું છે. હાલમાં એલસીબી દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને વધુ ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર