રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ27 મે, 2026| Super Admin

રાધનપુર તાલુકાના કમાલપુર ગામે દૂધ ડેરી બંધ થતા પશુપાલકો પર આફત

રાધનપુર તાલુકાના કમાલપુર ગામે દૂધ ડેરી બંધ થતા પશુપાલકો પર આફત

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામમાં છેલ્લા 10 થી 15 દિવસથી દૂધ ડેરી બંધ રહેતા ગામના પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે દૂધ વેચાણ પર આધારિત અનેક પરિવારોની રોજિંદી આવક પર સીધી અસર પડી રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

ગામના પશુપાલકોનું કહેવું છે કે ડેરી બંધ હોવાથી દૂધ વેચવા માટે દૂર દૂર સુધી જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થયો છે. ઘણા નાના પશુપાલકો માટે આ સ્થિતિ આર્થિક રીતે ભારે સાબિત થઈ રહી છે ગ્રામજનોમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે ગામના અમુક લોકો વચ્ચેની ઈર્ષા અને ડેરીનો કબ્જો મેળવવાની રાજનીતિને કારણે જ દૂધ ડેરી બંધ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે જોકે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી ડેરી બંધ રહેતા ગામમાં દૂધ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે અને પશુપાલકોમાં ભારે અસંતોષ ફેલાયો છે ગ્રામજનોએ તાત્કાલિક ડેરી ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે, જેથી ગામના પશુપાલકોને રાહત મળી શકે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પશુપાલકો દ્વારા ઉગ્ર રજૂઆત અને વિરોધ કરવામાં આવી શકે છે.

ટેગ્સ:#Radhanpur Taluka

સંબંધિત સમાચાર