રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ17 જૂન, 2025| Super Admin

હારીજના રોડા નજીક કાર ચાલકે બે વ્યક્તિને ટકકર મારતા બંન્ને મોતને ભેટયા

હારીજના રોડા નજીક કાર ચાલકે બે વ્યક્તિને ટકકર મારતા બંન્ને મોતને ભેટયા

હારીજ તાલુકાના રોડા ગામ નજીક શીતળા માતાના મંદિર પાસે સોમવારે રાત્રે એક બનેલી અકસ્માત ની ધટનામાં પૂર ઝડપે આવતી સ્વીફ્ટ ડિઝાયર કારે ભેંસ દોરીને જતા બે વ્યક્તિઓને હડફેટે લેતા બન્ને વ્યક્તિ ના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બાબતે મળતી હકીકત મુજબ દેસાઈ અજમલભાઈ શક્કરભાઈ (55) અને દેસાઈ નાગજીભાઈ માડણભાઈ રહે. બન્ને વેજાવાડા ને સોમવારે રાત્રે ભેંસ દોરીને જઈ રહ્યા હતા ત્યારે શીતળા માતાના મંદિર નજીકથી પુર ઝડપે પસાર થતી GJ-12-CD-2501 નંબરની સફેદ સ્વીફ્ટ ડિઝાયર કારે બંનેને પાછળથી ટક્કર મારતાદેસાઈ અજમલભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ગંભીર રીતે ઘાયલ થયેલા નાગજીભાઈને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું નિપજ્યું હતું. વેજાવાડા ગામનાં બે વ્યક્તિ ના અકસ્માત માં મોત નિપજતા ગામમાં શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. કાર ચાલક અકસ્માત બાદ ગાડીને રોડા ગામની કેનાલ પાસે એક થી દોઢ કિલો મીટર દૂર મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃતક અજમલભાઈના પુત્રએ હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા આરોપી કાર ચાલકને પકડવા તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર