રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા31 જુલાઈ, 2025| Super Admin

થરાદમાં પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકના પિતાની ઘાતકી હત્યા

થરાદમાં પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકના પિતાની ઘાતકી હત્યા
થરાદના ડુવા ગામમાં પ્રેમલગ્ન કર્યાની અદાવત રાખી યુવતીના સગાઓએ મંગળવારે સાજે ઘરે જઇ રહેલા યુવકના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. જેમાં પ્રેમ લગ્ન કરનારા યુવકના પિતાની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. થરાદ તાલુકાના ડુવા ગામના શ્રવણભાઈ પ્રહલાદભાઈ ડાંગીએ પાવડાસણની યુવતી સુખીબેન શાંતિજી વણકર સાથે આશરે 20-25 દિવસ પહેલા રજીસ્ટ્રેશન મેરેજ કર્યા હતા. મંગળવારના રોજ સાંજે આશરે નવ વાગ્યે શ્રવણભાઈ તેમના પિતા, પત્ની અને ભાઈ-ભાભી સાથે ગાડી લઈને જઇ રહ્યા હતા. ત્યારે યુવતીના સગાઓએ ધાખા રોડ ઉપર પાવડાસણ ત્રણ રસ્તા નજીક ચાર ગાડીઓમાં આવીને શ્રવણભાઈની ગાડીને ઘેરી લીધી હતી. આરોપીઓએ લાકડી, પાઇપ અને છરી જેવા હથિયારો લઈને શ્રવણભાઈનાં પરિવાર પર હુમલો કર્યો હતો. શ્રવણભાઈની પત્ની સુખીબેનને ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી શ્રવણ ભાઈનાં પિતા પ્રહલાદભાઈએ આરોપીને અટકાવતા પ્રહલાદભાઈને છરી સહિતના હથિયારોથી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા હતા. શ્રવણભાઈને તથા તેમના ભાઈ અને ભાભીને પણ લાકડી તથા પાઇપ વડે ઈજાઓ પહોંચાડી તેમની ગાડીના કાચ તોડી નુક્સાન કર્યું હતું. બાદમાં 108 મા ઘાયલોને ધાનેરા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકનાં પુત્ર જબરાભાઈ એ 12 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર