કડી શહેરમાં દલુકુંડ મહાદેવ પાસે આવેલા મહારાજા પેલેસમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. મકાનમાં રહેતા સુલીન્દ્રકુમાર દસલાણા ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેમની પત્ની મકાનની નીચે આવેલી મંગલમ ક્લોથ નામની દુકાન ચલાવે છે.મંગળવારે સુલીન્દ્ર નોકરીએ અને તેમના પત્ની દુકાને ગયા હતા. સાંજે દુકાન બંધ કરીને ઘરે આવ્યા ત્યારે, મકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું. ઘરની અંદર સામાન વેરવિખેર હતો અને તિજોરી તોડેલી હતી.તપાસમાં જાણવા મળ્યું કે, તસ્કરો સોનાનો ટીક્કો, બુટ્ટી, દોરો અને વીંટી સહિત કુલ રૂપિયા 1,70,000ની કિંમતના દાગીના ચોરી કરી ગયા છે. પતિ-પત્નીએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
કડીમાં ધોળા દિવસે મકાનમાં ચોરી : તસ્કરોએ 1.70 લાખના દાગીનાનો હાથ ફેરો કર્યો

ટેગ્સ:#Property crime#Jewellery Theft#Residential Burglary#House Theft#Kadi City Crime#Smuggler Activity#Maharaja Palace Incident#Kadi Police Investigation
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરમાં ઈનોવામાં ₹3.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: કેબલ ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ, ૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
4 દિવસ પહેલા
મહેસાણાકડીની રામેશ્વર સોસાયટીમાં દારૂનો વેપલો પર્દાફાશ: ૧૪.૨૨ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
6 દિવસ પહેલા
મહેસાણાઊંઝાથી મોરબી નવિન એસટી બસ સેવાનો પ્રારંભ
1 અઠવાડિયા પહેલા
