રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા19 જુલાઈ, 2025| Super Admin

નાનામેડા-જનાલી રોડ પરનો પુલ પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર ખોરવાયો

નાનામેડા-જનાલી રોડ પરનો પુલ પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર ખોરવાયો

ધાનેરા તાલુકાના નાનામેડા અને જનાલી ગામને જોડતો મુખ્ય માર્ગ ભારે વરસાદને કારણે ફરી એકવાર બંધ થઈ ગયો છે. માર્ગ પર આવેલા નાના પુલ પર પાણી ફરી વળતા બંને ગામો વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે, જેના પગલે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં પાણીની સપાટી વધી છે. નાનામેડા અને જનાલીને જોડતા રોડ પર આવેલો નાનો પુલ તેની ક્ષમતા કરતા વધુ પાણી આવતા સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. (આ સાથે સામેલ ફોટોગ્રાફ્સમાં પુલ પરથી પાણી વહી રહ્યું હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ પુલ નીચો હોવાને કારણે દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે અને રસ્તો બંધ થઈ જાય છે. જેના કારણે નાનામેડા અને જનાલી ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ખેડૂતો, વિદ્યાર્થીઓ અને દૈનિક અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલી પડે છે. આ અંગે તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. પુલની ઊંચાઈ વધારવામાં આવે અથવા નવા પુલનું નિર્માણ કરવામાં આવે તો જ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ માર્ગ પરથી અવરજવર કરવી જોખમી છે અને તંત્ર દ્વારા પણ લોકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે

સંબંધિત સમાચાર