રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ25 એપ્રિલ, 2025| Super Admin

શંખેશ્વર માગૅ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બન્ને બાઈક ચાલકના મોત નિપજયાં

શંખેશ્વર માગૅ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બન્ને બાઈક ચાલકના મોત નિપજયાં
અકસ્માતમાં એક મહિલા ઈજાગ્રસ્ત બનતા સારવાર અર્થે ખસેડવામાં આવી; પાટણ જિલ્લાના શંખેશ્વર હાઇવે પર શુક્રવારના રોજ બે બાઈકો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બંને બાઇક ચાલકોના મોત નીપજ્યા હતા જ્યારે એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતના બનાવવાની મળતી હકીકત મુજબ શંખેશ્વરના પાડીવાડા ગામના જગદીશભાઈ કાંતિજી ઠાકોર તેમના પત્ની અને બાળક સાથે બાઈક પર પંચાસર ગામે જઈ રહ્યા હતા. ત્યારે શંખેશ્વર માર્ગ પર આવેલા રામદેવપીર મંદિર પાસે સામેથી આવી રહેલા અન્ય એક બાઈક સાથે તેમનું બાઈક ધડાકાભેર અથડાતાં આ અકસ્માતમાં જગદીશ ભાઈ ઠાકોર અને સામેના બાઈક ના ચાલક પચાણ ભાઈ કનુભાઈ જાદવ (રહે. શંખેશ્વર)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે જગદીશભાઈ ના પત્ની કેસરબેન ને ગંભીર ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શંખેશ્વર માર્ગ પર બનેલા અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બન્ને બાઈક ચાલકોના મોતને પગલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

સંબંધિત સમાચાર