રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 એપ્રિલ, 2025| Super Admin

સરહદી બનાસકાંઠા જિલ્લામાં 17 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ઉડાન ચડ્યું

સરહદી બનાસકાંઠા જિલ્લામાં 17 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ઉડાન ચડ્યું
વાતાવરણમાં ધૂળની ડમરીઓ ઉડી : તાપમાનનો પારો એક ડિગ્રી ધટયો પરંતુ ગરમ પવન ફૂંકાતા લુ ની અસર : સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે શનિવારે સરહદી વિસ્તારમાં 17 કિ.મીની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે જીલ્લાના મોટાભાગના વિસ્તારોના આકાશમાં રેતીનું ઉડાન ચડયું છે બનાસકાંઠા જિલ્લામાં પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ આકાશમાં ચડી હતી. ગરમ પવન ફૂંકાતા લુ ની પણ અસરના પગલે અંગ દઝાડતી ગરમીનો સામનો પ્રજાજનોને કરવો પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે ગુજરાતના કેટલાક ભાગોમાં પવનની ગતિમાં વધારો થવાની આગાહી કરી હતી. તે મુજબ વહેલી સવારથી પવનમાં વધારો થતા જીલ્લાના કેટલાક ભાગોમાં ધુળની ડમરીઓના કારણે વાતાવરણ ધુધળુ બની જવા પામ્યું હતું. ડીસામાં ગરમીનો પારો ૧.૨ ડીગ્રીના ધટાડા સાથે ૪૦.૪ ડીગ્રી નોંધાયુ છેલ્લા બે-ત્રણ દિવસથી સતત ઊંચકાઈ રહેલો ગરમીનો પારો આજે એક ડિગ્રી જેટલો ઘટતા લોકોને પવન ના કારણે આંશિક ગરમીથી રાહત મળી છે ત્યારે આગામી દિવસોમાં પણ ગરમીથી લોકોને રાહત મળવાની શક્યતા રહેલી છે બદલાતા વાતાવરણ વચ્ચે કેટલાક રાજ્યોમાં વરસાદ થયાના અહેવાલ કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ થયાના અહેવાલો મળી રહ્યા છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ થવાની કોઈ શક્યતા નથી પરંતુ પવનની ગતિ જોવા મળી શકે છે. આગામી બે દિવસ સુધી ૨૦ થી ૩૦ કી.મી.ના ઝડપે પવન ફુકાવાની આગાહી રાજ્યમાં બે દિવસ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. પવન ફૂંકાતા ગરમીમાં આંશિક રાહત મળી રહશે જેમાં, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉડી શકે છે તે રીતે જીલ્લામાં તેજ પવન ફુંકાયો હતો. જેથી વાતાવરણ ધુધળુ બની ગયું હતું. દિવસ રાત્રીના તાપમાનમાં ઘટાડો નોંધાયો ડીસા હવામાન વિભાગમાંથી મળતી વિગતો પ્રમાણે શનિવારે દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં દિવસના તાપમાન ૧.૨ ડિગ્રીના ઘટાડા સાથે ૪૦.૪ ડીગ્રી નોંધાયો છે. જ્યારે રાત્રિના તાપમાનમાં ૧.૯ ડિગ્રીનો ઘટાડા સાથે ૨૩.૬ ડીગ્રી રહ્યું છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા નોંધાયું છે.

સંબંધિત સમાચાર