રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ4 જૂન, 2026| Super Admin

પાટણમાં નકલી પનીરનો કાળો કારોબાર ઝડપાયો, 246 કિલો પનીર અને માવાનો નાશ કરાયો

પાટણમાં નકલી પનીરનો કાળો કારોબાર ઝડપાયો, 246 કિલો પનીર અને માવાનો નાશ કરાયો

પાટણમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની આશંકા વચ્ચે પોલીસ અને ફૂડ વિભાગે મોટું ઓપરેશન પાર પાડતાં શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.જેમાં ઇકો ગાડીમાંથી મળેલો જથ્થો તપાસતા મામલાની કડી સીધી સરસ્વતી તાલુકાના જાખા ગામ સુધી પહોંચી હતી.તપાસ દરમિયાન રૂ.50 હજારથી વધુ કિંમતનો શંકાસ્પદ પનીર અને માવો કબજે કરી સ્થળ પર જ નષ્ટ કરાયો છે, જ્યારે સેમ્પલ લેબમાં મોકલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. 

મંગળવારે પાટણ શહેર બી ડિવિઝન પોલીસને એક ઇકો ગાડીમાં શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી મળતાં પોલીસે ગાડી રોકી તપાસ કરતાં માલ શંકાસ્પદ જણાતા ફૂડ વિભાગને જાણ કરાઈ હતી. ત્યારબાદ ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એચ. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી અધિકારીઓએ પુરવઠાની કડી શોધતા જથ્થો જાખા ગામ સ્થિત એ.એમ.એન્ટરપ્રાઇઝનો હોવાનું બહાર આવ્યું હતું.પોલીસ એસ્કોર્ટ સાથે અધિકારીઓ પેઢી પર પહોંચ્યા બાદ માલિક મોહમ્મદ અલ્તાફ કૈયુબભાઈ મલપરાની હાજરીમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. જેમાં શંકાસ્પદ એનાલોગ પનીરના બે અને માવા (ખોયા)નો એક સેમ્પલ સીલ કરીને ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.કાર્યવાહી દરમિયાન રૂ.45,620 કિંમતનું 246 કિલો શંકાસ્પદ એનાલોગ પનીર અને રૂ.5,320 કિંમતનો 18 કિલો માવો મળી આવ્યો હતો.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર